Mon Sep 07 2026

Logo

ભાજપ શાસિત આ રાજ્યએ વીજળીના બિલમાં ઝીંક્યો તોતિંગ વધારો

2026-05-30 12:26:00
Author: Mayur Patel
ભાજપ શાસિત આ રાજ્યએ વીજળીના બિલમાં ઝીંક્યો તોતિંગ વધારો

લખનઊઃ દેશમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજીના ભાવમાં વધારો થયો છે. જે બાદ હવે ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં લોકોના ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે વીજળી બિલમાં વધારો ઝીંક્યો છે. યુપી પાવર કોર્પોરેશન લિમિટેડે વીજળી બિલમાં 10 ટકા એકસ્ટ્રા ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે.

10 ટકા વધારાનો ચાર્જ વધ્યો

મળતી વિગત પ્રમાણે, આગામી મહિનાથી ઉત્તર પ્રદેશના વીજ ગ્રાહકોને મોટો ઝટકો લાગશે. યુપી પાવર કોર્પેરશને લિમિટેડે વીજળી બિલમાં 10 ટકા સુધી એડિશનલ ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ રકમ ફ્યૂલ સરચાર્જ પર વધારાના કારણે કરાયો છે. આ ચાર્જને જૂન મહિનાના વીજળી બિલ સાથે ઉમેરવામાં આવશે. ગ્રાહકોને તેમના નિયમિત વીજળી બિલ ઉપરાંત 10 ટકા વધારાની રકમ ચૂકવવી પડશે.

આ નિર્ણયની રાજ્યના ઘરેલુ, વ્યાવસાયિક તથા અન્ય શ્રેણીના વીજળી ગ્રાહકો પર અસર પડશે. વીજળી વિભાગ મુજબ, વીજળી ઉત્પાદન અને ખરીદીમાં થનારા વધારાના ખર્ચની ભરપાઈ માટે ફ્યૂલ સરચાર્જ લગાવાયો છે. હાલ રાજ્યના અનેક વિસ્તારમાં વીજકાપની ફરિયાદો વધી રહી છે તેવા જ સમયે આ નિર્ણય લેવાયો છે.

ઉનાળામાં વીજળીની વધેલી માંગ વચ્ચે ગ્રાહકો વીજળી સંકટ અને અનિયમિત પુરવઠાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે આ વધારાથી બિલ વધવાની સીધી અસર તેમના ખિસ્સા પર પડશે.