દેવરિયા : અયોધ્યાના રામમંદિર દાન ચોરી કેસમાં આઠ લોકો વિરુદ્ધ એફઆઇઆર બાદ સીએમ યોગીનું પ્રથમ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ કેસમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરશે તેમજ આસ્થાને ઠેસ પહોંચાડનારને બક્ષવામાં નહિ આવે. આ કેસમાં આરોપીઓને કડક સજા આપવામાં આવશે.
એસઆઇટી અહેવાલ આવતાની સાથે જ કાર્યવાહી શરૂ
સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે, એસઆઇટી અહેવાલ આવતાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ જે લોકોએ સતત ભગવાન રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો છે તે લોકોના આરોપ લગાવવાના ઈરાદા યોગ્ય ન હતા. તેમણે વિપક્ષોને કહ્યું કે અયોધ્યાએ આસ્થાનું પ્રતિક છે . તેમણે અયોધ્યા પર શંકા ન કરવા અને શ્રી રામ સાથે સંકળાયેલી ગરિમા અને શિષ્ટાચાર જાળવી રાખવા વિનંતી કરી હતી.
પુરાવા હોય તો એસઆઇટી સમક્ષ પુરાવા રજૂ કરો
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે પહેલા દિવસથી કહ્યું છે સંપૂર્ણ સત્ય પ્રગટ થશે. હું ફરી કહી રહ્યો છું કે રામ ભક્તોની અગ્નિ પરીક્ષા ના લો તેમની આસ્થા સાથે રમત ના રમો. જો તમારી પાસે પુરાવા હોય તો એસઆઇટી સમક્ષ પુરાવા રજૂ કરો
રામ ભક્તો પર લાઠીચાર્જ કરનારા સલાહ આપે છે
વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જેમણે રામ ભક્તો પર લાઠીચાર્જ અને ગોળીબારનો આદેશ આપ્યો હતો તેઓ હવે શ્રદ્ધા પર સલાહ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એ જ લોકો છે જેમણે રામ નવમી દરમિયાન રમખાણો ભડકાવ્યા હતા અને કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમજ કોંગ્રેસે ફક્ત દેશને લૂંટ્યો જ નહીં, તેણે તેને તોડી નાખ્યો છે.
શ્રદ્ધા સાથે રમત રમાનારા વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ
સીએમ યોગીએ દેવરિયામાં એક કાર્યક્રમમાં બોલતા જણાવ્યું કે, શ્રદ્ધા સાથે રમત રમાનારા વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ લાગુ કરવામાં આવી છે. તેમજ અમે રાજ્યના સરકાર બની ત્યારથી ગુનેગારો, માફિયાઓ અને માફિયા માનસિકતા ધરાવતા લોકો પ્રત્યે અને શ્રદ્ધા સાથે રમત રમાનારા વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ લાગુ કરવામાં આવી છે.