Fri May 01 2026

Logo

દ્વારકાધીશના દર્શને જતા ભક્તોને રેલવેની ભેટ, રાજકોટથી ઓખા અને દ્વારકા વચ્ચે દોડશે અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેન...

2026-02-28 19:20:58
Author: Mayur Patel
Article Image

AI Generated Images


રાજકોટઃ હોળીના તહેવાર આડે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. દ્વારકામાં યોજાનારા પ્રસિદ્ધ ફૂલડોલ ઉત્સવ તથા હોળીના અવસર પર મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ મંડળ દ્વારા વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રાજકોટથી દ્વારકા તથા ઓખા માટે હોળી સ્પેશિયલ ટ્રેનો દોડશે.

ટ્રેન સંખ્યા 09533 રાજકોટ-દ્વારકા અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેન તારીખ 1, 2, 3 અને 4 માર્ચ, 2026 ના રોજ રાજકોટથી સવારે 06.50 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે બપોરે 12.30 કલાકે દ્વારકા પહોંચશે. તે જ પ્રમાણે, ટ્રેન સંખ્યા 09534 દ્વારકા-રાજકોટ અનારક્ષિત હોળી સ્પેશિયલ તારીખ 1, 2, 3 અને 4 માર્ચ, 2026 ના રોજ દ્વારકાથી 14.15 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસ રાત્રે 20.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન પડધરી, હાપા, જામનગર, લાખાબાવળ, કાનાલુસ, ખંભાળિયા, ભાટીયા સહિત અન્ય સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09535 રાજકોટ-ઓખા અનારક્ષિત હોળી સ્પેશિયલ તારીખ 1 અને 2 માર્ચ, 2026ના રોજ રાજકોટથી બપોરે 1.25 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે સાંજે 6.40 કલાકે ઓખા પહોંચશે. તે જ રીતે, ટ્રેન નંબર 09536 ઓખા-રાજકોટ અનારક્ષિતહોળી સ્પેશિયલ તારીખ 1 અને 2 માર્ચ, 2026 ના રોજ ઓખાથી સવારે 7.20 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે બપોરે 12.25 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન પડધરી, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળીયા, ભાટિયા, દ્વારકા, મીઠાપુર સ્ટેશન પર રોકાશે.