હવામાન ખાતાએ જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દુષ્કાળની આશંકા વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે શનિવારે 12 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યાથી રવિવાર 13 સપ્ટેમ્બર સવારે છ વાગ્યા સુધીના આંકડા જાહેર કર્યા છે. હવામાન ખાતાના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉકાઇમાં 12 ઇંચ નોંધાયો છે. આ સિવાય સુરતના ઉમરપાડા તાલુકામા 8.35 ઇંચ, ડાંગના સુબીરમા 5.71 ઇંચ, ડાંગના વાઘલમાં 5.67 ઈંચ, તાપીના સોનગઢમાં 5.51 ઇંચ, સુરતના ચોર્યાસી તાલુકામાં 4.41 ઇંચ, ડાંગ તાલુકામાં 4.37 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામા 4.25 ઇંચ, તાપીના ઉચ્છલમાં 3.98 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અન્ય તાલુકા પર નજર કરીએ તો નર્મદા જિલ્લાના ચિકડા તાલુકામા 3.46 ઇંચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વક તાલુકામાં 3.35 ઇંચ, ભાવનગરના ઘોઘા તાલુકામાં 3.23 ઇંચ, નર્મદાના તિલકવાડા તાલુકામા 3.19 ઈંચ, ભરૂચમાં 2.87 ઈંચ, સુરતના ઓલપાડ તાલુકામાં 2.80 ઇંચ, નવસારીના વાંસદામાં 2.80 ઇંચ, ભરૂચના હાંસોટ તાલુકામાં 2.76 ઇંચ, નર્મદાના સાગબારા તાલુકામાં 2.76 ઇંચ, સુરત શહેરમાં 2.72 ઇંચ, સુરતના માંગરોલમાં 2.72 ઇંચ, તાપીના વ્યારામાં 2.64 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં મેઘમહેર, પાકને રાહત તો ક્યાંક પાણી ભરાયા | Gujarat Weather
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 13, 2026
ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ખેડા, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર અને ભરૂચમાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ડાંગર, કપાસ, તમાકુ અને મગફળીના પાકને વરસાદથી ફાયદો થયો છે, તો ક્યાંક નીચાણવાળા… pic.twitter.com/pglxSiQ4iW
અન્ય તાલુકાના વાત કરીએ તો ભરૂચના વાલિયામાં 2.64 ઇંચ, ખેડાના નડિયાદ તાલુકામાં 2.48 ઇંચ, આણંદ જિલ્લામાં 2.36 ઇંચ, સુરતના બારડોલીમાં 2.24 ઇંચ, ભરૂચના ઝઘડિયા અને નેત્રંગમાં 2-2 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે. આ ઉપરાંત મોરવા હડફ, વાલોદમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. નસવાડી, ભાવનગર, કડવાલ, વાઘરા, ડોલવણ, સંખેડા, વસો સહિતના તાલુકામા 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.