Wed Sep 23 2026

Logo

નાશિકમાંથી પાકિસ્તાની 362 મેટ્રિક ટન ખજૂર જપ્ત, યુએઈથી મહારાષ્ટ્ર કઈ રીતે પહોંચાડાઈ?

2026-09-14 18:33:00
Author: Mumbai Samachar Team
નાશિકમાંથી પાકિસ્તાની 362 મેટ્રિક ટન ખજૂર જપ્ત, યુએઈથી મહારાષ્ટ્ર કઈ રીતે પહોંચાડાઈ?

નવી દિલ્હી/મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ સૌથી મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનની 362 મેટ્રિક ટન અથવા 3.62 લાખ કિલોથી વધુ સૂકી ખજૂર જપ્ત કરવામાં આવી છે. પાકિસ્તાનની આયાત પર પ્રતિબંધો હોવા છતાં બીજા દેશમાંથી ભારતમાં માલ મોકલવામાં આવ્યો હોવાની બાબતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ મુદ્દે નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ખાસ માહિતી મળ્યા પછી ડીઆરઆઈના અધિકારીઓએ મોટી કાર્યવાહી મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી. અધિકારીઓએ નાશિકના કન્ટેનર ફ્રેટ સ્ટેશન (સીએફએસ) અંબાડમાં મુંબઈની એક કંપની દ્વારા ઈમ્પોર્ટ કરેલ સૂકી ખજૂરના 13 કન્ટેનરને રોકવામાં આવ્યા હતા. તપાસ કરવામાં આવ્યા પછી યુએઈ (જેબેલ અલી)થી ભારત આવેલ માલ હતો, જ્યારે ઈમ્પોર્ટ ડોક્યુમેન્ટ્સમાં યુએઈને મુખ્ય સામાન મોકલનાર દેશ બતાવ્યો હતો, પરંતુ એનો સંતોષજનક જવાબ મળ્યો નહોતો.

વધુ વિગતવાર તપાસ કરવામાં આવ્યા પછી જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર કથિત રીતે સમજીવિચારીને ટ્રાન્સશિપમેન્ટ વ્યવસ્થાનો ભાગ હતો, જેમાં ખાસ તો પાકિસ્તાનમાં બનાવવામાં આવેલો હોવાની વાતને પણ છુપાવી હતી. ડીઆરઆઈના અધિકારીએ કહ્યું હતું કે સૂકી ખજૂરને પહેલા પાકિસ્તાનના કરાચી પોર્ટથી એક જહાજ મારફત યુએઈના જેબેલ અલી પોર્ટ મોકલવામાં આવ્યા હતા, જ્યાં ફક્ત ટ્રાન્સશિપ કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા કન્ટેનરમાં સ્થળાંતરિત કરીને અન્ય એક જહાજ મારફત ભારત મોકલવામાં આવ્યા હતા.

ડીઆરઆઈના જણાવ્યાનુસાર પાકિસ્તાનના માલને યુએઈ વાયા ભારત લાવવામાં અનેક પાકિસ્તાની નાગરિકોની મદદ લેવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા એ વખતે કાર્યવાહી કરી છે, જ્યારે પહલગામમાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર આયાત કરેલી વસ્તુઓ પર પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

આ સંબંધમાં પ્રતિબંધ બીજી મે 2025થી ડીજીએફટી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા હિતમાં ઊઠાવવામાં આવેલું પગલું ડાયરેક્ટ જ નહીં, પરંતુ ત્રીજા દેશના માધ્યમથી મોકલેલા માલને પણ પ્રતિબંધ કરેલ છે. ડીઆરઆઈ દ્વારા ઓપરેશન ડીપ મેનિફેસ્ટ અન્વયે ડીઆરઆઈ એ વસ્તુઓની ઓળખ અને નિયંત્રણમાં જોડાયું છે, જેના આયાત પ્રતિબંધથી બચાવવા માટે ત્રીજા દેશ મારફત ભારત મોકલાય છે.