ઈન્દોર: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને યથાવત રાખવાના પ્રયાસને આંચકો લાગ્યો છે. જેમાં ઈન્દોર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઉજ્જૈન શાહી મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે.
આદેશ વિરુદ્ધ હાઇકોર્ટેમાં અરજી કરી હતી
આ અંગે ઉજ્જૈનમાં શાહી મસ્જિદના હિસ્સાને રોડ પહોળા કરવાના ભાગરૂપે તોડી પાડવા માટે વહીવટીતંત્રએ નોટિસ ફટકારી હતી. જેની બાદ ઉજ્જૈન શાહી મસ્જિદ સમિતિ આ આદેશ વિરુદ્ધ હાઇકોર્ટેમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે મસ્જિદનો અમુક હિસ્સો તોડી પાડવાની મંજૂરી આપતા આદેશ પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો હતો.
સ્જિદનો હિસ્સો દૂર કરવાની પ્રક્રિયા કરી શકશે
આ નિર્ણય બાદ વહીવટીતંત્ર હવે રસ્તા પહોળા કરવાના કામ માટે મસ્જિદનો હિસ્સો દૂર કરવાની પ્રક્રિયા આગળ વધારી શકે છે.
સાત ધાર્મિક સ્થળોની ઓળખ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, ઉજ્જૈનમાં યોજાનાર 'સિંહસ્થ 2028'ની વ્યાપક તૈયારીઓના ભાગરૂપે, કાંથલ ચોકથી ગોપાલ મંદિર સુધીના લગભગ 900 મીટર લાંબા માર્ગને 15 મીટરની પહોળાઈ સુધી વિસ્તૃત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ વિસ્તરણ પ્રોજેક્ટના દાયરામાં સાત ધાર્મિક સ્થળોની ઓળખ કરવામાં આવી હતી અને તેમાંથી મોટાભાગના સ્થળોના અસરગ્રસ્ત હિસ્સાઓને પહેલેથી જ દૂર કરી દેવામાં આવ્યા છે.
શાહી મસ્જિદ'ના એક હિસ્સાને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો
જેમાં બોહરા સમુદાયની નજીકની એક મસ્જિદને પણ પરસ્પર સમજૂતીથી અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી. જોકે, 'શાહી મસ્જિદ'ના એક હિસ્સાને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો.