ચેન્નઈ: તમિલનાડુમાં પણ અત્યારે એક નવો વિવાદ શરૂ થયો છે. વિજય પોતાના નિર્ણયોના કારણે અત્યારે ખૂબ જ ચર્ચમાં રહે છે. વિજયની ખાસ મિત્ર અને અભિનેત્રી ત્રિશા પર અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપ સાથે ઉધયનિધી સ્ટાલિનની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે થયેલા આ ધરપકડના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આના કારણે એક રાજકીય વિવાદ પણ શરૂ થયો છે. અભિનેત્રી ત્રિશા પર અશ્લીલ ટિપ્પણી કરી તેના કારણે સીએમ વિજયની સરકારે મોટી કાર્યવાહી કરી છે.
કઈ કલમ હેઠળ ઉદયનિધી સામે ગુનો નોંધવામાં આવ્યો?
વિગતે વાત કરવામાં આવે તો, ગત સોમવારે કોઈ રાજકીય રેલામાં સ્ટાલિને જાહેરમાં એક અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલે ટીવીકે પાર્ટીએ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કમલ 196 (દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવા), કલમ 192 (રમખાણો ઉશ્કેરવા), કલમ 352 (ઇરાદાપૂર્વક અપમાન), કલમ 79 (સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડવાના હેતુથી કૃત્યો, શબ્દો અથવા ઈશારો), કલમ 296(બી) (જાહેર સ્થળોએ અશ્લીલ કૃત્યો અને ગીતો), કલમ 61 (ગુનાહિત કાવતરું) અને કલમ 351 (2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉદયનિધિ સ્ટાલિન પર તમિલનાડુ પ્રોહિબિશન ઓફ હેરેસમેન્ટ ઓફ વુમન (TNPHW) એક્ટની કલમ 4 હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે, જે જાહેર અથવા ખાનગી સ્થળોએ મહિલાઓના ઉત્પીડન સાથે સંબંધિત છે, અને માહિતી ટેકનોલોજી (IT) એક્ટની કલમ 67 હેઠળ, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણને દંડ કરે છે.
ઉદયનિધિ સ્ટાલિને તેમની ધરપકડ વિશે શું કહ્યું?
પોલીસ કસ્ટડીમાં સ્ટાલિન જુનિયર હસતા જોવા મળ્યા હતા. તેમણે ધરપકડને ‘મજાક’ ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ તેનો કાયદેસર રીતે વિરોધ કરશે. એટલું જ નહીં પરંતુ DMK એ ધરપકડની સખત નિંદા કરી હતી, તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી. DMK નેતા TKS એલાંગોવને કહ્યું કે, ‘કોઈની વિરુદ્ધ કંઈ કહેવામાં આવ્યું ન હતું. ઉદયનિધિએ વિજયની નિષ્ફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમના ભાષણમાં કંઈ અપમાનજનક નહોતું. તેમણે ત્રિશાનું નામ પણ લીધું ન હતું’ જ્યારે મૂળ વિવાદ ત્રિશાના નામને લઈને જ શરૂ થયો છે.
શું છે આ સમગ્ર વિવાદ?
ઉદયનિધી સ્ટાલિન ભાષણ આપી રહ્યા હતા. આ ભાષણ દરમિયાને ઉદયનિધીએ મુખ્ય પ્રધાન સી. જોસેફ વિજયને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટીવીકેના વડા વિજય પર નિશાન સાધતા સ્ટાલિનએ આરોપ લગાવ્યો કે, ‘તમિલનાડુને કાવેરી પાણીનું એક ટીપું પણ મળ્યું નથી, જ્યારે મુખ્ય પ્રધાન આ બાબતે કઈ કરી પણ નથી રહ્યાં!’, આ દરમિયાન લોકોએ ‘ત્રિષા-ત્રિષા’ ના નારાઓ લગાવ્યાં હતાં. જેના કારણે આ વિવાદ શરૂ થયો છે. આ નારાના કારણે ઉદયનિધીએ ભાષણ રોક્યું અને સમાઈલ કરી હતી. જેથી આ ટિપ્પણી ત્રિશા માટે થઈ હોવાનું માની કાર્યવાહી કરવામાં આવી છે. આ ટિપ્પણીની સખત નિંદા કરી ટીવીકેએ મંગળવારે રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખીને ડીએમકે નેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાર્ટીએ સ્ટાલિન સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.