વેસ્ટ એશિયામાં સશસ્ત્ર સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઉભી થયેલી ઇંધણની અછતની સ્થિતિ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલેમાં નવી રિફાઇનરી બનાવવામાં આવશે, જેમાં ભારતની પ્રાઇવેટ સેક્ટરની સૈથી મોટી રીફાઈનર રિફાઇનિંગ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)પણ રોકાણ કરશે.
ટ્રમ્પે જણાવ્યું કે આં પ્રસ્તાવિત રીફાઈનરી યુએસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી નવી રિફાઇનરી હશે, ટ્રમ્પે $300 અબજનો સોદો થયો હોવાની જાહેરાત કરી છે. આ રિફાઇનરી અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ નામની કંપની દ્વારા બનાવવામાં આવશે, આ કંપની અગાઉ એલિમેન્ટ ફયુલ તરીકે ઓળખાતી હતી. અહેવાલ મુજબ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પ્રોજેક્ટ પર કામ શરૂ શરુ થઇ શકે છે.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ:
સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું તેમનું વહીવટીતંત્ર ઊર્જા ક્ષેત્રમાં યુએસનું પ્રભુત્વ જમાવવાની પોલિસી અપનાવી રહ્યું છે. 300 અબજ ડોલરની ઐતિહાસિક ડીલ કરવામાં આવી છે, બ્રાઉન્સવિલે બંદર પર બનનારી આ નવી રિફાઇનરી યુએસ બજારોને નવી ઉર્જા આપશે,રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે, અમેરિકન ઉર્જા ઉત્પાદનને વેગ આપશે, અબજો ડોલરનો આર્થિક ફાયદો થશે.
ટ્રમ્પના 300 અબજ ડોલરના દાવાની હકીકત શું છે?
સોશિયલ મીડિયા પર ટ્રમ્પે જણાવ્યુ કે $300 બિલિયનનો સોદો કરવામાં આવી છે, અહેવાલ મુજબ આ રકમ નિર્માણ કાર્ય માટેની નથી. ટેક્સાસમાં પ્રસ્તાવિત રિફાઇનરી દ્વારા 20 વર્ષમાં પ્રોસેસ થનારા ક્રુડ ઓઇલ અને ઉત્પાદિત થનારા ઇંધણનું મુલ્ય $300 બિલિયન હશે.
અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ અનુસાર, જે કરાર કરવામાં આવ્યો છે એ હેઠળ $125 બિલિયનના અંદાજિત મૂલ્યનું 1.2 બિલિયન બેરલ યુએસ લાઇટ શેલ ઓઇલ મેળવવામાં આવશે, રિફાઇનરી દ્વારા દર વર્ષે 60 મિલિયન બેરલ પ્રોસેસ કરવામાં આવશે અને 50 અબજ ગેલનના રિફાઇન્ડ પ્રોડક્ટ બનાવવામાં આવશે, જેની કુલ કિંમત $175 અબજ થાય છે.
અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ નવી રીફાઇનરી બ્રાઉન્સવિલે બંદર પાસે બનાવવામાં આવશે, જે દર્શાવે છે કે આ રીફાઇનરી નિકાસને ધ્યાન રાખીને બનાવવામાં આવશે. અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગના જણાવ્યા મુજબ, "અમેરિકાના વેપાર અસંતુલનમાં $300 બિલિયનનો સુધારો થશે."
અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગના ઈતિહાસ અંગે શંકા?
અહેવાલ મુજબ અગાઉ જૂન 2024 માં એલિમેન્ટ ફ્યુઅલ્સ દ્વારા ટેક્સાસમાં રિફાઇનરી બનાવવા અંગે જાહેરાત કરી હતી, જેના માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી, દરરોજ લગભગ 160,000 બેરલ ઓઈલનાં પ્રોસેસિંગ માટે પ્લાન્ટ બનાવવા માટે જરૂરી પરવાનગીઓ મેળવી છે. એલિમેન્ટ ફ્યુઅલ્સનું વેબ એડ્રેસ હવે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગની વેબસાઇટ પર રીડાયરેક્ટ થઇ રહ્યું છે.
એલિમેન્ટ ફ્યુઅલ્સે નામ બદલવા કે મર્જર વિષે કોઈ જાહેરાત કરી નથી, ત્યારે એલિમેન્ટ ફ્યુઅલ્સ અને અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ એક કંપની હોય એવું લાગી રહ્યું છે. એલિમેન્ટ ફ્યુઅલ્સના ફાઉન્ડર અને ચેરમેન જોન વી. કેલ્સ અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગમાં પણ ફાઉન્ડર અને ચેરમેનનું પદ સંભાળી રહ્યા છે.
જોન વી. કેલ્સની એક કંપની નાદાર થઇ ચુકી છે:
જૂન 2024 પહેલા પણ જોન કેલ્સે તેમની ARX એનર્જી અને જ્યુપિટરએમએલપી કંપનીઓ દ્વારા બે વાર આ જગ્યાએ એક રીફાઇનરી સ્થાપવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેમાંથી એક કંપનીએ નાદારી નોંધાવી છે.
ચૂંટણી પહેલા ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક?
નોંધનીય છે કે યુએસ પાસે મોટી માત્રમાં લાઈટ શેલ ઓઇલનો જથ્થો છે, મોટાભાગની અમેરિકન રિફાઇનરીઓ હેવી ક્રૂડ ઓઈલ પ્રોસેસ કરવા માટે બની છે. યુએસ વૈશ્વિક સ્તરે ટોચનું ઓઈલ પ્રોડ્યુસર હોવા છતાં અન્ય દેશોમાંથી હેવી ક્રૂડ ઓઇલ આયાત કરે છે, પોતાના લાઈટ શેલ ઓઇલની નિકાસ કરે છે.
જો કે આ રિફાઇનરી બનાવવામાં વર્ષો લાગશે, પરંતુ અમેરિકામાં મીડ ટર્મ ઈલેક્શન આવી રહ્યા છે, એવામાં ટ્રમ્પે આ જાહેરાત કરી છે. યુએસમાં છેલ્લી મોટી રિફાઇનરી 1976માં બનાવવા હતી, એ સમયે ક્રુડ ઓઈલ કિંમત 5 ડોલર પ્રતિ બેરલથી ઓછી હતી, હાલ ક્રુડ ઓઈલ કિંમત 100 ડોલર પ્રતિ બેરલથું વધુ છે.