Sun May 10 2026

Logo

એપ્રિલમાં મારુતિથી ટાટા સુધીની ગાડીઓના વેચાણ વધ્યા, આ 5 કાર સૌથી વધુ વેચાઇ

2026-05-10 12:14:40
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ એપ્રિલ 2026 માં ભારતની સૌથી વધુ વેચાતી કારોની યાદી જોઇએ તો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ગ્રાહકો આજે પણ દેખાવ કરતાં વધુ પ્રેક્ટિકલ અને કિફાયતી (પોસાય તેવી) ગાડીઓને પસંદ કરી રહ્યા છે. આ યાદીમાં Maruti Suzuki એ ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજી તરફ, Tata Punch એ SUV સેગમેન્ટમાં મજબૂત પકડ બનાવી રાખી છે. ટાટાની સેડાન, હેચબેક, MPV અને કોમ્પેક્ટ SUV એમ તમામ કેટેગરીની ગાડીઓનું વેચાણ સારું રહ્યું છે.

મારુતિ સુઝુકી ડિઝાયર એપ્રિલ 2026 માં ભારતની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે, જેના 23,580 યુનિટ્સ વેચાયા છે અને વાર્ષિક ધોરણે 39% નો વધારો નોંધાયો છે. એસયુવીના (SUV) વધતા ચલણ છતાં, સારી માઈલેજ, ઓછો જાળવણી ખર્ચ (મેન્ટેનન્સ કોસ્ટ) અને આરામદાયક રિયર-સીટને કારણે ખરીદદારો ડિઝાયરને જ પસંદ કરી રહ્યા છે.

Tata Punch

ટાટા પંચે 19,107 યુનિટ્સના વેચાણ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે, જેમાં વાર્ષિક 53% નો વધારો નોંધાયો છે. આ કોમ્પેક્ટ એસયુવી ઊંચી સીટિંગ પોઝિશન અને એસયુવી સ્ટાઈલ ઈચ્છતા ગ્રાહકોને આકર્ષતી રહે છે, તે પણ વધુ કિંમતના વિકલ્પોમાં ગયા વિના. પેટ્રોલ, સીએનજી અને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં ઉપલબ્ધ 'પંચ' શહેરી ગ્રાહકોને ખૂબ પસંદ પડી રહી છે.

મારુતિ સુઝુકી એ એપ્રિલ 2026 માં એર્ટિગા (Ertiga) ના 19,063 યુનિટ્સ વેચ્યા છે, જેનાથી આ MPV ભારતમાં સૌથી વધુ વેચાતી ફેમિલી ગાડીઓમાંની એક બની ગઇ છે. ત્રણ rowની સીટિંગ વ્યવસ્થા, પેટ્રોલ અને સીએનજીમાં મળતી સારી માઈલેજ તેમજ મોટી એસયુવીની સરખામણીએ ઓછા જાળવણી ખર્ચને કારણે ગ્રાહકો એર્ટિગાને વધુ પસંદ કરે છે.

મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ (Fronx) એ 18,829 યુનિટ્સ ના વેચાણ સાથે અગાઉના વર્ષની સરખામણીએ 31% નો વધારો નોંધાવ્યો છે. તેના 'ટર્બો-પેટ્રોલ' વેરિઅન્ટને કારણે શહેરી વિસ્તારના ગ્રાહકોમાં તેની લોકપ્રિયતા વધી છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં તેની સ્પર્ધામાં ટાટા નેક્સન, હ્યુન્ડાઈ વેન્યુ અને કિયા સોનેટ જેવી ગાડીઓ સામેલ છે.

Maruti Suzuki Fronx 

મારુતિ સુઝુકી વેગન આર એપ્રિલ 2026 માં 18,648 યુનિટ્સ ના વેચાણ સાથે ભારતની સૌથી વધુ વેચાતી કારોમાંની એક રહી છે, જેમાં અગાઉના વર્ષની સરખામણીએ 39% નો વધારો નોંધાયો છે. તેની કેબિન સ્પેસ, ઇંધણ-કુશળ (ફ્યુઅલ એફિશિયન્ટ) પેટ્રોલ અને સીએનજી વિકલ્પો તેમજ ઓછા જાળવણી ખર્ચને કારણે, આ હેચબેક પ્રથમ વખત કાર ખરીદનારાઓને સતત આકર્ષિત કરી રહી છે.