Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (25-03-26): નોકરીમાં પ્રમોશન, બિઝનેસમાં બમ્પર નફો! ગજકેસરી રાજયોગ આ રાશિના જાતકોને બનાવશે માલામાલ...

2026-03-25 07:43:50
Author: Mumbai Samachar Team
Article Image

મેષ: 
મેષ રાશિના જાતકોના ત્રીજા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે, જે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરશે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને તેમના સહયોગથી કોઈ મહત્વપૂર્ણ પારિવારિક કાર્ય પૂર્ણ થશે. કાર્યસ્થળ પર તમારી નિર્ણયશક્તિની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. ટૂંકી મુસાફરીના યોગ છે જે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, ખાસ કરીને ગળા કે શ્વાસ સંબંધિત તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અત્યંત શુભ છે.

વૃષભ: 
આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે હસી-ખુશીની ભરપૂર રહેવાનો છે. તમારી રાશિ માટે આ રાજયોગ બીજા ભાવ એટલે કે ધન ભાવમાં બની રહ્યો છે, જે આર્થિક રીતે ભાગ્યના દ્વાર ખોલશે. અટવાયેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા છે અને બેંક બેલેન્સમાં વધારો થશે. વાણીમાં મધુરતા અને ગંભીરતા વધશે, જેનાથી તમે લોકોના દિલ જીતી શકશો. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની રૂપરેખા બની શકે છે. વ્યવસાયમાં નવા રોકાણ માટે આજનો દિવસ સર્વોત્તમ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં નવી ઉર્જા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આંખોમાં સામાન્ય બળતરા કે થાક અનુભવી શકો છો.

મિથુન: 
ચંદ્ર અને ગુરુની યુતિ મિથુન રાશિના પહેલાં ભાવમાં થઈ રહી છે, જે તમારું વ્યક્તિત્વ નિખારશે. આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગશે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે જે ભવિષ્યમાં મોટો નફો આપશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળશે. જીવનસાથી સાથેનો તાલમેલ ઘરનું વાતાવરણ ખુશનુમા રાખશે.  લાંા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે આજે મુલાકાત થઈ શકે છે. 

કર્ક: 
કર્ક રાશિના જાતકોએ આજે યોજના બનાવીને કામ પૂરા કરવા માટેનો રહેશે. આજે ધાર્મિક અને માંગલિક કાર્યો પાછળ તમારા કેટલાક પૈસા ખર્ચાઈ શકે છે. વિદેશી વેપાર કે વિદેશ જવાની ઈચ્છા રાખતા જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી તક લાવી શકે છે. જોકે, બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે નહીંતર આર્થિક બોજ વધી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે અને શત્રુઓ તમારી સામે પરાસ્ત થશે. માનસિક ચિંતા દૂર કરવા માટે થોડો સમય એકાંતમાં વિતાવવો હિતાવહ છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ ઊંઘ પૂરી લેવી જરૂરી છે. દાન-પુણ્ય કરવાથી મનને શાંતિ મળશે.

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે ચે. તમારી કુંડળીના અગિયારમા ભાવમાં બની રહેલો ગજકેસરી રાજયોગ તમારી આવકમાં બમ્પર વધારો કરી શકે છે. ઈચ્છા પૂર્તિના યોગ છે, એટલે કે લાંબા સમયથી જે વસ્તુ કે સફળતાની રાહ જોતા હતા તે આજે મળી શકે છે. મોટા ભાઈ-બહેનો અને મિત્રોનો પૂરો સહયોગ મળશે જે તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને લગ્ન માટેની વાત આગળ ચાલી શકે છે. શેરબજાર કે લોટરીમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે નવી ઉર્જા સાથે કામ કરી શકશો.

કન્યા: 
કન્યા રાશિના જાતકોના કર્મ ભાવમાં ગજકેસરી રાજયોગનું નિર્માણ તમારા કરિયર માટે 'ગોલ્ડન સમય' લાવશે. નોકરીમાં બોસ અને સિનિયર અધિકારીઓ તમારા કામથી અત્યંત પ્રભાવિત થશે, જે પ્રમોશનના દ્વાર ખોલશે. પિતા કે પિતાતુલ્ય વ્યક્તિના માર્ગદર્શનથી કોઈ મોટો આર્થિક લાભ થઈ શકે છે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. બેરોજગાર વ્યક્તિઓને મનગમતી નોકરી મળવાની પ્રબળ શક્યતા છે. સામાજિક વર્તુળમાં તમારો દબદબો વધશે. સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી, ખાસ કરીને સાંધાના દુખાવાની તકલીફ હોય તો કાળજી રાખવી પડશે, નહીં તો સમસ્યા વધારે વકરવાની શક્યતા છે. 

તુલા: 
તુલા રાશિના જાતકોના નવમા ભાવમાં ભાગ્ય સ્થાને આ ગજકેસરી રાજયોગ બનવાને કારણે તમને નસીબનો પૂરેપૂરો સાથ મળશે. તમારી ધાર્મિક રુચિ વધશે અને કોઈ પવિત્ર યાત્રાનું આયોજન થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ભણવાની તક મળી શકે છે. પિતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે અને વડીલોના આશીર્વાદથી કોઈ મોટું કાર્ય સંપન્ન થશે. વેપારમાં વિસ્તાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો. જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ રહી છે. 

વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે ચંદ્ર-ગુરુની યુતિ મિશ્ર ફળદાયી રહેશે, અચાનક ધનલાભ થઈ શકે છે પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સંશોધન ક્ષેત્ર કે ગૂઢ વિદ્યામાં રસ ધરાવતા લોકો માટે કોઈ મોટી સિદ્ધિનો દિવસ છે. વારસાગત મિલકતના પ્રશ્નો અચાનક ઉકેલાશે. જોકે, વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી અને ઉતાવળ કરવી નહીં. સાસરી પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર કે મદદ મળી શકે છે. માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામનો સહારો લેવો. બિનજરૂરી દલીલોથી દૂર રહેવું નહીંતર મન મુઠભેદ થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટવાઈ પડેલું કામ પણ પૂરું થઈ રહ્યું છે. 

ધન: 
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે સારો રહેશે. તમારા દાંપત્ય જીવનમાં ખુશહાલીનો વરસાદ કરશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પરસ્પર પ્રેમમાં વધારો થશે. ભાગીદારીમાં ચાલતા બિઝનેસમાં મોટો આર્થિક નફો થવાની પૂરેપૂરી સંભાવના છે. સામાજિક પ્રસંગોમાં તમારી લોકપ્રિયતા વધશે અને નવા પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. કરિયરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશો. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ પૂરતો આરામ લેવો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક માનસિક બોજમાંથી મુક્તિ મળશે. 

મકર: 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એ કામમાં તમને સફળતા મળશે. તમે તમારા શત્રુઓ પર હાવી રહેશો. જો કોઈ કાયદાકીય મામલો લાંબા સમયથી અટવાયેલો હોય, તો તેનો ફેંસલો તમારી તરફેણમાં આવી શકે છે. બેંક લોન લેવા માંગતા જાતકો માટે રસ્તો સરળ બનશે. નોકરીમાં સહકર્મચારીઓનો પૂરો સહયોગ મળશે જેનાથી પ્રોજેક્ટ સમયસર પૂરો થશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું જરૂરી છે, ખાસ કરીને પાચનતંત્રને લગતી સમસ્યાઓ ન થાય તેનું ધ્યાન રાખવું. માતૃપક્ષ તરફથી લાભ થવાના યોગ છે. મહેનતનું યોગ્ય ફળ અવશ્ય મળશે.

કુંભ: 
કુંભ રાશિના જાતકોના પાંચમા ભાવમાં બની રહેલો રાજયોગ વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન સાબિત થશે, શિક્ષણમાં મોટી સફળતા મળશે. સંતાન સુખની ઈચ્છા રાખતા યુગલો માટે સારા સમાચાર મળી શકે છે. તમારી રચનાત્મક શક્તિ ખીલી ઉઠશે અને કલા-જગત સાથે જોડાયેલા લોકોને મોટી તક મળશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને તમે લગ્નનો નિર્ણય લઈ શકો છો. આવકના નવા સ્ત્રોત ઉભા થશે જે તમારી આર્થિક ચિંતા દૂર કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક રીતે વધુ પડતા વિચારો કરવાથી બચવું. શેરબજારમાં લાભના સંકેત છે. સંતાન તમારી અપેક્ષા પર આજે ખરું ઉતરશે. 

મીન: 
મીન રાશિના જાતકોના ચોથા ભાવમાં સુખ સ્થાને આ રાજયોગ બનવાથી સુખ-સુવિધાના સાધનોમાં મોટો વધારો થશે. નવું વાહન કે મકાન ખરીદવાના યોગ મજબૂત બની રહ્યા છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂર્ણ થશે. ઘરનું વાતાવરણ શાંત અને આનંદમય રહેશે. ઓફિસમાં તમારો પ્રભાવ વધશે અને જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. મિલકતના રોકાણમાં મોટો નફો થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમારું માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે દિવસભર પ્રફુલ્લિત રહેશો. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.

વધુ જુઓ...