મેષ
ચંદ્ર આજે ચોથા સ્થાને ગોચર કરી રહ્યા છે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર, પરિવાર અને તેમનાથી જોડાયેલી જરૂરિયાતો ઉપર વિશેષ ધ્યાન આપવાનો છે. જો આજે તમે કોઈ નવું ઘર લેવાનું કે કોઈ સંપત્તિમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય, તો આ સમય અત્યંત શુભ અને લાભદાયી છે. એક વ્યવસ્થિત બજેટ બનાવીને ચાલવું, જેથી માનસિક શાંતિ બની રહેશે. કરિયરની દ્રષ્ટિએ મંગળ તમારી રાશિમાં વિરાજમાન છે, જે તમને એક ઊર્જાવાન લીડર બનાવે છે. તમે આજે મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં આગળ ચાલીને જવાબદારી લેશો. સિનિયરોનો ભરપૂર સાથ તમને મળશે. આજના દિવસ તમારા બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા માટે શુભ છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે ચંદ્ર આજે તમારા ત્રીજા સ્થાનમાં ગોચર કરે છે. ધનલાભ અને ધનની આપ-લે માટે શુભ દિવસ છે. નેટવર્કિંગ કે નાના-મોટા સાઈડ પ્રોજેક્ટના માધ્યમથી અચાનક ધન લાભ થાય તેવા યોગ બની રહ્યા છે. કરીઅરની દ્રષ્ટિએ આજે તમારી સંવાદની કળા જ તમારી સૌથી મોટી તાકાત સાબિત કરશે. મીટિંગ્સ અને ક્લાયન્ટ્સ સાથે તમારી વાતચીત અત્યંત પ્રભાવશાળી રહેશે. તમારા દ્વારા બનાવવામાં આવેલા નવા સંપર્કો ભવિષ્યના લાભનો માર્ગ બની શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકોએ આજે પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની આવક વધારવામાં અને બચતને સુરક્ષિત કરવા ઉપર આપવું પડશે. શુક્ર અને ગુરુની કૃપાથી આર્થિક પ્રગતિના પ્રબળ યોગ બની રહ્યા છે. ખોટા ખર્ચ પર કાબૂ રાખવો અને આવક વધારવાના નવા માર્ગો શોધવા. સૂર્ય અને બુધ તમારી રાશિમાં છે, જેથી તમારી બુદ્ધિ ખૂબ જ પ્રબળ અને તેજ રહેશે. સંવાદ અને વ્યાપારિક સોદાઓ આજે તમારા પક્ષમાં રહેશે. તમારી જરૂરિયાતો નક્કી કરો જેથી તમારા મહત્વના કાર્યો સમયસર પૂર્ણ થઇ શકે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ છે. ભવિષ્યના નિર્ણયો અને લાંબાગાળાની બચત માટે સમય ઉત્તમ છે. લાગણીશીલ બનીને કોઈ પણ વ્યક્તિને વિચાર્યા વગર પૈસા ઉધાર આપવા નહીં. વ્યવહારિક નિર્ણયો જ આજના દિવસે ભવિષ્ય માટે લાભ આપશે. આજે તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. સહકર્મચારીઓ અને સિનિયરો તમારા કામના વખાણ કરશે. પોતાના અંતર્મનનું સાંભળવું અને શિસ્તબદ્ધ રીતે પોતાના કાર્યને પૂર્ણ કરવું.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે આજે ચંદ્ર બારમા સ્થાન પર છે, જે ખર્ચ કરાવી શકે. આજે પોતાના બેન્ક બેલેન્સને લઈને થોડું જાળવવું પડશે. વિચાર્યા વગર ખર્ચ ન કરવો , જોખમી રોકાણથી આજે દૂર રહેવું લાભદાયી છે. આજે ધન બચાવવામાં જ લાભ છે. આજે તમારું કામ પડદા પાછળ રહીને થશે, જેમાં તમને વધારે લાઇમલાઈટ મળશે નહીં. વિવાદથી બચવું અને કામની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે.
કન્યા
ચન્દ્ર અગિયારમા સ્થાને ગોચર કરી રહ્યા હોવાથી લાભ છે. મિત્રો અને સામાજિક સંપર્કોના માધ્યમથી લાભ થઇ શકે છે. આર્થિક લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે આ ઉત્તમ સમય છે. ટીમ સાથે મળીને કામ કરવાથી ઉત્તમ આર્થિક લાભ મળશે. આજ લોકોના સહકારથી સફળતા પ્રાપ્ત થશે. ગ્રુપ પ્રોજેક્ટસથી આજે સકારાત્મક પરિણામો મળવાની સંભાવના છે. સહ કર્મચારીઓ અને પોતાના ગુરુઓની સલાહને આજે ધ્યાનથી સાંભળવી, જે તમારી પ્રગતિ માટે લાભદાયી નિવડશે.
તુલા
તુલા રાશિના જાતકોએ આજે સંપૂર્ણ ધ્યાન કરિઅરના માધ્યમથી આર્થિક સ્થિરતા મેળવવામાં આપવું પડશે. વ્યાપાર-વાણિજ્યથી મળતી આવકમાં વધારો થવાના સંકેત છે. શેરબજાર જેવા શોર્ટકટના બદલે લાંબા સમયની યોજનાઓ પર ધ્યાન આપવું, એ ખૂબ ફાયદાકારક નિવડશે. કાર્યક્ષેત્રમાં તમારી આવક અને સારી કામગીરીને કારણે તમારી છબિ વધુ નિખરશે. તમારી સક્ષમતા બતાવવાની ઉત્તમ તકો મળશે. પોતાના ગ્રુપ સાથેનો તાલમેલ લાભદાયી બનશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોનો ચંદ્ર નવમાં સ્થાન પર છે, જે ભાગ્યનું સ્થાન છે. શિક્ષણ, યાત્રા કે કોઈ સારા રોકાણ મારફતે આજે તમારી પ્રગતિ થઇ શકે છે. અનુભવી લોકો દ્વારા મળેલી સલાહ આજે તમારે ખૂબ કામ આવશે. આજનો દિવસ કંઈક નવું શીખવાનો અને પોતાની દ્રષ્ટિ બદલવાનો છે. ટ્રેનિંગ કે કામના સંદર્ભમાં થનાર પ્રવાસ તમારા કરીઅર માટે લાભકારક રહેશે. નવો વિચાર અને સકારાત્મક વલણથી આગળ વધો.
ધન
ધન રાશિના જાતકોને આઠમા સ્થાન પર ચંદ્ર એ રોકાણ, ટેક્સ કે લોન જેવા મામલામાં સતર્ક રહેવાની સલાહ આપે છે. આજે કોઈ પણ નાણાકીય સમજૂતીને ઊંડાણપૂર્વક વાંચો અને સમજો. ઉતાવળમાં નિર્ણયો લેવાથી બચવું જોઈએ. કારકિર્દીમાં ફેરફાર થવાના લીધે આજે તમારે સરળ રહેવું પડશે. કોઈ જટિલ પડકારનો ઉકેલ લાવવા માટે ઊંડાણપૂર્વક રિસર્ચ કરવી જોઈએ. ધીરજ અને કામની ચોક્સાઈ તમને તમારા કાર્યક્ષેત્રે સૌથી આગળ લઇ જશે.
મકર
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારી અને રોકાણ માટે ઉત્તમ છે. જો તમે ટીમ સાથે મળીને કોઈ આર્થિક યોજના બનાવી રહ્યા છો, તો તેના પરિણામો સુખદ રહેશે. પોતાની વાતમાં સ્પષ્ટતા રાખવાથી ભ્રમ રહેશે નહીં. આજે પ્રોફેશનલ ભાગીદારી તમને ખુબ મજબૂત બનાવશે. કલાયન્ટ્સ અને સહયોગી તમારા કામમાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે કરેલી સમજૂતી તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે.
કુંભ
કુંભ રાશિમાં છઠ્ઠા સ્થાન પર ચંદ્ર હોવાથી આજે નાણાં સબંધી ખર્ચમાં થોડા સચેત રહેવું પડશે. દૈનિક ખર્ચાઓ પર નજર રાખો અને વ્યવહારિક બજેટનું પાલન કરો. ફાલતુ ખર્ચાથી દૂર રહો, ભવિષ્યમાં આ બચત કામ આવશે. કામકાજનો બોજો આજે વધી શકે છે, પણ તમારી મહેનત સફળતા લાવશે. સમસ્યાઓનું નિવારણ લાવવા માટે તમારી ક્ષમતાની સરાહના થશે. તમારા સમયનો સદુપયોગ કરો, જેથી તમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.
મીન
મીન રાશિના જાતકો માટે આજે તેમની રચનાત્મકતા અને કલાના માધ્યમથી ધન લાભની તક મળી શકે છે. રોકાણ સમયે પોતાની બુદ્ધિ અને અંતર્મન બંનેના સુમેળ સાથે ચાલવું, એ જ રોકાણની ચાવી છે. આજે પોતાના રચનાત્મક વિચારના કારણે તમે કાર્યક્ષેત્રમાં બધાથી અલગ દેખાશો. તમારા નવા વિચાર બોસ કે ક્લાયન્ટને અસર કરશે. એ પ્રોજેક્ટસ પર વધારે ધ્યાન આપવું, જે તમને તમારી પ્રતિભા બતાવવાનો મોકો આપે છે.