Mon Sep 07 2026

Logo

આસામ વિધાનસભા ચૂંટણી માટે TMC એ પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી

2026-03-21 08:26:00
Author: Vimal Prajapati
આસામ વિધાનસભા ચૂંટણી માટે TMC એ પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તેવામાં આસામની ચૂંટણી માટે આગામી 9 એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારીની યાદી જાહેર કરી દેવામાં આવી છે. હવે મમતા બેનર્જીની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પણ આસામ ચૂંટણી માટે મેદાનમાં આવી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસે આસામ ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં ટીએમસીએ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. 

આસામમાં 126 બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થશે

આસામન વિધાનસભાની વાત કરવામાં આવે તો, 126 બેઠકો માટે 9 એપ્રિલ 2026ના રોજ મતદાન થવાનું છે. ત્યારબાદ મતગણતરી અને પરિણામ 4 મે ના રોજ જાહેર કરવામાં આવશે. આસામ વિધાનસભાનો કાર્યકાળ 20 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો હોવાના કારણે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીમાં જીત માટે અત્યારે રાજકીય પાર્ટીઓ મેદાને આવી ગઈ છે. કોંગ્રેસ અને બીજેપી આમને સામને રહેતી પરંતુ હવે ટીએમસી પણ મેદાને આવી હોવાના કારણે આસામમાં હવે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

ટીએમસી દ્વારા આસામ વિધાનસભાની 17 બેઠકો માટે નામ જાહેર કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, આસામ વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે? દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેમાં હવે ટીએમસી પશ્ચિમ બંગાળ સાથે અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી માટે આગળ વધી રહી છે. અત્યારે ટીએમસીએ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.