Mon Oct 05 2026

Logo

ગ્રાહકો માટે મોટી રાહત! 28થી 30 સપ્ટેમ્બર સુધી ATMમાંથી પૈસા ઉપાડવા પર નહીં લાગે ચાર્જ

2026-09-26 19:31:21
Author: Mumbai Samachar Team
ગ્રાહકો માટે મોટી રાહત! 28થી 30 સપ્ટેમ્બર સુધી ATMમાંથી પૈસા ઉપાડવા પર નહીં લાગે ચાર્જ

નોઈડાઃ સમગ્ર દેશમાં 28થી 30 સપ્ટેમ્બર સુધી તમામ સરકારી તથા ખાનગી બેંક ત્રણ દિવસની હડતાળ પાડશે. આ પહેલા સરકારે બેંકે ગ્રાહકોને રાહત આપવા માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હડતાળ દરમિયાન ગ્રાહકો-ખાતેદારોને ATMમાંથી પૈસા ઉપાડવામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણ દિવસમાં પૈસા ઉપાડવા માટે બેંક કોઈ ખાતેદાર પાસેથી કોઈ વધારાનો ચાર્જ નહીં લે. હકીકતમાં આ નિર્ણય અનુસાર હડતાળ દરમિયાન સરકારી બેંકે ફ્રીમાં ATM ટ્રાંઝેક્શન નક્કી કર્યા છે. નક્કી કરેલી મર્યાદાથી વધારે કેશના ઉપાડ પર જે વધારાનો ચાર્જ લાગે છે એ માફ કરી દેવામાં આવશે. 

પોસ્ટ મૂકીને માહિતી આપી

આ નિર્ણયની જાહેરાત સરકારી બેંક જેમ કે, એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક સહિતની બેંકે કર્યો છે.  સોશિયલ મીડિયા પર પોતાના સત્તાવાર પેજ પરથી આ અંગે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. ખાતેદારો સુધી આ માહિતી સોશિયલ મીડિયા થકી શૅર કરી છે. આ ત્રણ દિવસ દરમિયાન ગ્રાહક પોતાની બેંકના ATM સિવાય પણ અન્ય બેંકના ATMમાંથી પૈસા સરળતાથી કાઢી શકશે.

નક્કી કરેલી મર્યાદા કરતા વધારે પૈસા ઉપાડશે તો કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. વારંવાર પૈસાના ટ્રાંઝેક્શન ઉપર પણ કોઈ ચાર્જ નહીં લાગે. RBIના નિયમ અનુસાર કોઈપણ ખાતેદાર ATMમાંથી દર મહિને માત્ર પાંચ જ વખત ફ્રી ટ્રાંઝેક્શન કરી શકે છે. મહાનગરમાં આ મર્યાદા ત્રણવારની છે. જ્યારે અન્ય નાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પાંચ વખતની છે. આ મર્યાદાથી વધારે સંખ્યામાં ટ્રાંઝેક્શન થાય તો બેંક ચાર્જ વસુલ કરે છે. પણ 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંક કોઈ વધારાનો ચાર્જ નહીં વસુલે. 

ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી

દેશભરમાં 28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન બેન્ક કર્મચારી સંગઠનો દ્વારા ત્રણ દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. United Forum of Bank Unions (UFBU)ની મુખ્ય માંગોમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ લાગુ કરવાની માંગ સામેલ છે. ગ્રાહક નિર્ધારિત મફત મર્યાદા કરતાં વધુ ATM ટ્રાન્ઝેક્શન કરે તો પણ આ ત્રણ દિવસ દરમિયાન લાગતો વધારાનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. હડતાળ પહેલાં ગ્રાહકો પોતાના જરૂરી બેન્કિંગ કામ પૂર્ણ કરી શકે એ પ્રકારની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.