(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં માજિવાડા જંકશન પાસે મેઈન પાણીની પાઈપલાઈન પાસે મોટા પ્રમાણમાં પાણીનું ગળતર થઈ રહ્યું હોવાથી થાણે મહાનગરપાલિકા દ્વારા તેનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી શનિવારથી રવિવાર સુધીના ૨૪ કલાક માટે થાણેના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
થાણે પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ થાણે મહાનગરપાલિકાની પોતાની પાણીપુરવઠા યોજના અંતર્ગત આવતા માજિવાડા જંકશન ખાતે મુખ્ય પાઈપલાઈનમાં મોટા પ્રમાણમાં પાણીનું ગળતર થઈ રહ્યું છે, તેને કારણે ટ્રાફિકમાં પણ અડચણ નિર્માણ થઈ રહી છે. તેથી આ ગળતરને રોકવા માટેનું કામ શનિવાર ૧૧ એપ્રિલ,૨૦૨૬ના સવારના નવ વાગ્યાથી રવિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના સવારના નવ વાગ્યા સુધી એટલે કે ૨૪ કલાક સુધી ચાલશે. તેથી આ સમય દરમ્યાન થાણે શહેરના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો છે.
આ વિસ્તારોમાં પાણી નહીં આવે
શટડાઉન દરમ્યાન થાણે પાલિકા અંતર્ગત દત્તવાડી, બૉમ્બે કોલોની, જીવન બાગ, મુંબ્રા દેવી, શૈલેશ નગર, ઉદયનગર, રેતીબંદર, સમ્રાટ નગર, નારાયણનગર, મેક કંપની વોટર ટેન્કથી શંકર મંદિર વિસ્તાર, સંજય નગર પરિસર, રઘુકુલ, પારસિક નગર, આતકોનેશ્ર્વર નગર પરિસર, પૌંડ પાડા, ખારેગાવ, કલવા, મનિષાનગર, ક્રાંતીનગર, સાકેત કૉમ્પ્લેક્સ, મહાગિરી, ખારટન રોડ, સિડકો, બસસ્ટોપ પરિસર, કોપરી કોળીવાડા, પંચગંગા, રાબોડી-એક અને બે, આકાશગંગા, બાળકુમ, રામ મારુતી નગર, કલ્પતરુ, બ્રહ્માંડ, ઋતુ સિટી, ગોકુળ નગર, આઝાદનગર, મસનવાડા, ઈંદિરાનગર, સાવરકર નગર, સાઠે નગર, આંબેવાડી, ડવલેનગર, રામનગર, કૈલાસનગર, શાંતી નગર, શ્રીનગર, ભટ્ટવાડી, કિસનનગર, કાંદબરી સોસાયટી, લોકદર્શન સોસાયટી, પરેરાનગર, સુદર્શન કોલોની પરિસર, જરીમરી, વૃંદાવન, વિકાસ કૉમ્પ્લેક્સ, આંબેડકર નગર, ગાંધી નગર, સુભાષ નગર, વસંત વિહાર, લોકઉપવન, દેવદયાનગર, કોકણીપાડા, વરાડવાડી, શિવાઈ નગર, વિહંગપાર્ક, મૈત્રીપાક, સિદ્ધાંચલ કૉમ્પ્લેક્સ, માજિવાડા, માનપાડા, ઢોકાળી, મનોરમા નગર, વિજયનગર, વિજયપાર્ક, વાઘબીળ, આનંદનગર, કાસારવડવલી, વર્તક નગર પરિસર, દોસ્તી કૉમ્પ્લેક્સ, કોરસ નક્ષત્ર, મોરેવાડી, સમતા નગર,વર્તક નગર, ભાસ્કર કોલોની, બ્રાહ્મણ સોસાયટી, વાગલે એમઆઈડીસી પરિસર, કેણીનગર, નહેરુનગર, કિસનનગર-બે જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.