Sat Sep 12 2026

Logo

થાણે પાલિકામાં સભાગૃહના નેતા શિવસેનાના જગદાળે અને વિરોધપક્ષ નેતા  શાનુ પઠાણ

2026-02-23 20:17:06
Author: Sapna Desai
થાણે પાલિકામાં સભાગૃહના નેતા શિવસેનાના જગદાળે અને વિરોધપક્ષ નેતા  શાનુ પઠાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે મહાનગરપાલિકામાં સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં શિંદે સેનાના નગરસેવક હણમંત જગદાળેને સભાગૃહ નેતા તો શરદ પવારની રાષ્ટ્રવાદીના અશરફ શાનુ પઠાણ વિરોધ પક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

થાણેના મેયર શર્મિલા પિંપળોલકરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)ના શાનુ પઠાણને ૧૩૧ સભ્યોની  થાણે પાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં  વિરોધપક્ષ નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

જાન્યુઆરીમાં થયેલી પાલિકાની ચૂંટણીમાં શિંદે સેનાએ ૭૫ બેઠકો જીતની સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ત્યારબાદ બીજા નંબર ૨૮ નગરસેવકો સાથે ભાજપ રહી હતી અને  ૧૨ નગરસેવકો સાથે રાષ્ટ્રવાદી(એસપી) અને અજીત પવારની રાષ્ટ્રવાદીને નવ, એઆઈએમઆઈએમને પાંચ, ઉદ્ધવની શિવસેનાને એક બેઠક મળી હતી. તો એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યો હતો.