Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચકાશે, યુપી સહિત આ રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ

2026-10-06 08:02:00
Author: Mayur Patel
ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચકાશે, યુપી સહિત આ રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરે અકળાવનારી ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે  અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન ઉંચુ રહી શકે છે. જેના કારણે દિવસે ગરમી અનુભવાશે, જ્યારે રાત્રીના સમયે લઘુત્તમ તાપમાન નીચું રહી શકે છે. જેથી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી સાત દિવસ પણ આ જ પ્રકારનું હવામાન રહી શકે છે. અમદાવાદમાં આજે 37 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં 6 ઓક્ટોબરે ગાજવીજ, વીજળી અને તેજ પવનો સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં વરસાદનું જોર વધુ રહેવાનો અંદાજ છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં અમુક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આ ફેરફાર એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય ચાલી રહી છે.

આ હવામાન પ્રણાલીઓથી પણ બદલાશે હવામાન

દેશના ઘણા ભાગોમાં સક્રિય વેધર સિસ્ટમ વરસાદ અને ગાજવીજને પ્રોત્સાહન આપી રહી છે. બિહાર અને આસપાસના વિસ્તારોમાં  સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત ગંગાના પશ્ચિમ બંગાળથી મધ્ય મહારાષ્ટ્ર સુધી એક ટ્રફ સર્જાયો છે. આ વેધર સિસ્ટમના કારણે પૂર્વ અને મધ્ય ભારતમાં વાવાઝોડું, વરસાદ અને ગાજવીજ ચાલુ રહી શકે છે. આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અમુક વિસ્તારોમાં પણ મંગળવારે ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગે દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદનો અંદાજ વ્યક્ત કર્યો છે, જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવનો સાથે વાવાઝોડું-ગાજવીજનું વાતાવરણ બની શકે છે. દક્ષિણ ભારતમાં કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદની ગતિવિધિઓ વધુ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. કેરળ અને માહેમાં ઘણી જગ્યાએ વરસાદ થવાનો અંદાજ છે.

દક્ષિણ ભારતમાં વરસાદનું જોર

હવામાન વિભાગ અનુસાર, મંગળવારે દક્ષિણ ભારતમાં વરસાદની અસર વધુ રહેશે. કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અમુક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.