Fri May 15 2026

Logo

થાણે કોર્ટે 2021ના હુમલાના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો

2026-05-15 18:23:11
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2021માં એક વ્યક્તિ પર દાતરડાથી હુમલો કરવાના કેસમાં 35 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એસ.બી. અગ્રવાલે 2021ના હત્યાના પ્રયાસના કેસમાં ગુરુવારે ગણેશનગરના રહેવાસી જિતેન્દ્ર નારાયણ બુદ્ધિવંતને નિદોર્ષ છોડ્યો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર 7 નવેમ્બર, 2021ની રાતે મનોરમાનગર વિસ્તારમાં જિતેન્દ્ર બુદ્ધિવંતે જૂની અદાવતને લઇ પ્રતીક ચિંતામણ પાટીલ પર હુમલો કર્યો હતો. જજ અગ્રવાલે નોંધ્યું હતું કે પાટીલની હુમલા સંબંધી જુબાની ખૂબ જ ‘વિચિત્ર’ હતી. તપાસકર્તા પક્ષના કેસમાં વિસંગતિઓ તરફ ધ્યાન દોરતાં કોર્ટે કહ્યું હતું કે માહિતી આપનારના પુરાવા ખૂબ જ ‘વિચિત્ર’ છે, કાણ તે માત્ર એટલું જ કહે છે કે તે મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે આરોપીએ તેને રોક્યો હતો અને તેને કંઇ પણ કહ્યા વિના તેના પર દાતરડાથી હુમલો કર્યો હતો.

કોર્ટે પાટીલની જુબાની અને ઘટનાના બે મહિના બાદ નોંધાયેલી એક પ્રત્યક્ષદર્શીની જુબાની વચ્ચે વિસંગતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. (પીટીઆઇ)