Wed Jun 03 2026

Logo

ICC ઇવેન્ટ્સમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો ખરાબ રેકોર્ડ! શું સુર્યા એન્ડ કંપની બાજી પલટશે

2026-03-08 11:20:00
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: આજે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ ટાઈટલ ડિફેન્ડ કરવા માટે મેદાને ઉતરશે, ત્યારે ન્યુઝીલેન્ડની ટીમ તેનું પહેલું T20 ટાઈટલ જીતવા પૂરી તાકાત લગાવાશે. ICC ઇવેન્ટ્સ ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ ખરાબ રહ્યો છે.

નોંધનીય છે કે કોઈ પણ ફોર્મેટની દ્વિપક્ષીય સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો દબદબો રહ્યો છે, પરંતુ ICC ઇવેન્ટમાં પવારગેમ બદલાઈ જતી લાગે છે. તમામ ICC ઇવેન્ટ્સમાં ભારત અને ન્યુઝીલેન્ડ કુલ 19 વખત આમને સામને આવ્યા છે, જેમાંથી ભારત માત્ર છ મેચ જીતી શક્યું છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, આ ત્રણેય મેચમાં ભારતને હાર મળી છે.

ICC ઈવેન્ટ્સમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી કેટલીક મહત્વની મેચ પર નજર કરીએ અને ભારતની હારના કારણો તપાસીએ:

2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર થઇ હતી. એ સમયે  ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને મેટ હેનરીની ત્રિપુટીએ પાવરપ્લે દરમિયાન ભારતના ટોપ ઓર્ડરના બેટર્સ રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને સસ્તામાં આઉટ કરી દીધા હતાં. ટોચના ત્રણ બેટર્સ ઝડપથી આઉટ થઇ જતાં બાકીના બેટર્સ સંઘર્ષ કરવો પડ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2016માં નાગપુરમાં રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની શરમજનક હાર થઇ હતી. ન્યુઝીલેન્ડે આપેલા 127ના ટાર્ગેટને ચેઝ કરતા ભારતીય ટીમ માત્ર 79 રન પર ઓલ ઓલઆઉટ થઇ ગઈ હતી. નાગપુર ટર્નિંગ પીચ મિશેલ સેન્ટનર અને ઇશ સોઢીએ ભારતીય બેટર્સને સેટ થવાની તક આપી ન હતી. ન્યુઝીલેન્ડ વ્યક્તિગત સ્ટારડમ કરતાં સામૂહિક શ્રેષ્ઠતા દ્વારા "તર્કને તોડવા" માટે પ્રખ્યાત છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2000 (તે સમયે આ ટુનાર્મેન્ટ ICC નોકઆઉટ ટ્રોફી તરીકે ઓળખાતી) પછી ICC નોકઆઉટ મેચમાં ભારત ક્યારેય ન્યૂઝીલેન્ડ સામે જીત્યું ન હતું, ODI વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમે આ સિલસિલો તોડ્યો હતો, ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું.

આંકડા ભલે કંઈપણ કહેતા હોય, પરંતુ હાલની સુર્યા એન્ડ કંપની અલગ અભિગમ સાથે મેદાન પર ઉતરે છે, યુવા ભરતિય ખેલાડીઓ ન્યુઝીલેન્ડનો સામનો કરવા તૈયાર છે.