Thu Sep 10 2026

Logo

VHPના સેક્રેટરીએ આપ્યું વિવાદીત નિવેદન, સરકારને કરી અપીલ...

2026-03-09 22:46:00
Author: Viral Rathod
VHPના સેક્રેટરીએ આપ્યું વિવાદીત નિવેદન, સરકારને કરી અપીલ...

PTI


નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તમ નગરમાં તરુણ ખટીકની હત્યા અંગે વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને નારાજગી વ્યક્ત કરી છે. હવે એમનું નિવેદન ખૂબ ચર્ચામાં છે.  તેમણે કહ્યું કે હોળી રંગોનો તહેવાર છે, પરંતુ એ જ દિવસે જેહાદીઓએ લોહીની હોળી રમી. તરુણ ખટીકની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી છે. એક 7 વર્ષના બાળક દ્વારા રમતાં રમતાં થોડા રંગના છાંટા એક મહિલાના કપડાં પર પડી ગયા હતા. ત્યારબાદ 25-30 લોકો તલવાર લઈને ત્યાં આવ્યા અને હુમલો કર્યો. 

આ પૂર્વ આયોજિત કાવતરૂ છે
આ માત્ર સંયોગ નથી લાગતો, પરંતુ પહેલેથી ઘડાયેલું કાવતરૂ છે.  આ ઘટનાના બાદ તે મહિલા ગાયબ થઈ ગઈ છે. તેથી તે મહિલા સહિત તમામ સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. તરુણની હત્યાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરતાં સુરેન્દ્ર જૈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હવે હિંદુઓ હાથ પર હાથ ધરીને પોલીસની કાર્યવાહી થવાની રાહ નહીં જુ, હવે હિંદુઓ પોતાનાં રીતે કાર્યવાહી કરશે. આવી ઘટનાઓ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે. 

પ્રતિબંધ મૂકવો જોઈએ
છેલ્લા 10 વર્ષમાં એવા લગભગ 240 કેસ સામે આવ્યા છે, જેમાં હિંદુઓના તહેવારો દરમિયાન હિંદુઓ પર હુમલા થયા હતા. આ હુમલાઓમાં લગભગ 100 હિંદુઓના મોત થયા હોવાનું તેમણે જણાવ્યું. ઉત્તમ નગર ઘટનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ત્યારબાદ સરકારને કાર્યવાહી કરવી પડી. જે કામ જેહાદી કરી રહ્યા છે, જો દેશમાં હિંદુઓ પણ એ જ રીતે કરવાનું શરૂ કરે તો શું થશે? પછી તેઓ મોહરમ અને ઈદ ક્યાં અને કેવી રીતે ઉજવશે? જો સરકાર તરફથી કાર્યવાહી ન થાય તો અમને જણાવી દેવું. ત્યાંનો સમાજ સૌને ઓળખે છે, પછી સમાજ પોતાનાં પ્રમાણે કાર્યવાહી કરશે. કટ્ટરપંથી મદરસાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.