Fri Sep 04 2026

Logo

તાડોબા જંગલમાં લોખંડ ખાણ પ્રોજેક્ટની પરવાનગી રદ કરવા માટે કાર્યકર્તાના ઉપવાસ

2026-03-07 19:10:24
Author: Vipul Vaidya
તાડોબા જંગલમાં લોખંડ ખાણ પ્રોજેક્ટની પરવાનગી રદ કરવા માટે કાર્યકર્તાના ઉપવાસ

ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તાડોબા-અંધારી વાઘ અભયારણ્યને આસપાસના જંગલો સાથે જોડતા તાડોબા કોરિડોરમાં પ્રસ્તાવિત લોહરડોંગરી લોખંડ ખાણ પ્રોજેક્ટની મંજૂરીનો વિરોધ કરતા કાર્યકર્તા બંડુ ધોત્રે દ્વારા શરૂ કરાયેલી ભૂખ હડતાળ શનિવારે ત્રીજા દિવસમાં પ્રવેશી હતી. 

ધોત્રેએ પાંચમી માર્ચે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર શરૂ કરેલા વિરોધ પ્રદર્શનને પર્યાવરણવાદીઓનો ટેકો હોવાનો દાવો કર્યો હતો. જિલ્લામાં વાઘ-માનવ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો, ત્યારે ખાણને ખૂબ જ મહત્વપૂર્ણ કોરિડોરમાં વન્યજીવનની પરવાનગી આપવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

ધોત્રેએ એવો આરોપ લગાવ્યો હતો કે સરકાર ચંદ્રપુર જિલ્લામાં વધતા માનવ-વાઘ સંઘર્ષને પહોંચી વળવા માટે 2021માં રચાયેલી સમિતિની કાર્ય યોજના અને ભલામણોનો અમલ કરવામાં નિષ્ફળ ગઈ છે. ‘ગ્રામજનો અને વન અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી, સમિતિએ જાન્યુઆરી 2021માં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.

ઓક્ટોબર 2021માં રાજ્ય વન્યજીવન સલાહકાર બોર્ડની 17મી બેઠક દરમિયાન તેની ભલામણોની ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં અહેવાલને ઔપચારિક રીતે સ્વીકારવામાં આવ્યો હતો. જોકે, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,’ એવો દાવો ધોત્રેએ કર્યો હતો.