Wed Sep 09 2026

Logo

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંને તરફથી ખૂલ્યું, 11 ભારતીય જહાજ પસાર થયા

2026-06-23 19:07:29
Author: Chandrakant Kanoja
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંને તરફથી ખૂલ્યું, 11 ભારતીય જહાજ પસાર થયા

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ મંત્રણા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંને તરફથી ખૂલ્યું છે. તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવર જવર સરળ બની છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 11 ભારતીય જહાજ પસાર કરી ચૂક્યા છે. જેમાંથી ત્રણ મોટા ક્રૂડ ટેન્કર સામેલ છે. જ્યારે 10 ભારતીય જહાજ હજુ પસાર થવાની રાહ જોઇ રહ્યા છે. 

હજુ 10 જહાજો પસાર થવાના બાકી

આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજો સરળતાથી પસાર થઇ રહ્યા છે. તેમજ 17  જૂનથી ભારત આવનારા 11 પસાર થઇ ચૂક્યા છે.  તેમજ હજુ 10 જહાજો પસાર થવાના બાકી છે. 

ભારતીય જહાજોની અવરજવર ચાલુ

ઉલ્લેખનીય છે કે,  ભારત તેના 80-85 ટકા ક્રૂડ ઓઇલની આયાત આ માર્ગ દ્વારા કરે છે. તેમજ તાજેતરના દિવસોમાં આ વિસ્તારમાં તણાવ વધવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતીય જહાજોની અવરજવર ચાલુ છે. મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.