શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં શ્રીનગરના ઉમર હેયર સૌરા વિસ્તારમાં સીઆરપીએફનું નદી કિનારે સ્થિત એક મોબાઈલ બંકર અચાનક નદીમાં પડ્યું હતું. આ મોબાઈલ બંકરમાં ડ્યુટી પર તૈનાત જવાનો હતા. આ દુર્ઘટનામાં સાત જવાનો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાના નજરે નિહાળનાર લોકોના જણાવ્યા અનુસાર બંકર અચાનક નદીના પડતા હાજર જવાનોને બચાવનો સમય પણ મળ્યો ન હતો.
મોબાઈલ બંકર સીઆરપીએફની A/21 બટાલિયનનું
આ દુર્ઘટનાની જાણ થતા જ સીઆરપીએફની અન્ય ટીમો અને કાશ્મીર એસડીઆરએફના જવાનો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ બચાવ કામગીરી શરુ કરી હતી. આ મોબાઈલ બંકર સીઆરપીએફની A/21બટાલિયનનું હતું. આ વિસ્તારમાં સઘન સુરક્ષા જાળવવા માટે તેને નદી કિનારે તેને સ્થાપિત કરવામાં આવ્યું હતું. જોકે, અચાનક મોબાઈલ બંકર નદીમાં ડૂબી ગયું હતું.
અકસ્માતમાં ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ દુર્ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ભારે પ્રયાસો બાદ બંકરમાં ફસાયેલા સાત જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ અકસ્માતમાં તમામ સૈનિકો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ ક્રેન અને અન્ય મશીનરીનો ઉપયોગ કરીને મોબાલી બંકરને નદીમાંથી બહાર કાઢ્યું હતું. આ તમામ જવાનોને નજીક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાની માહિતી સાંપડી છે.
ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા
સીઆરપીએફનું મોબાઈલ બંકર નદીના પડવાની ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ આ ઘટનાના તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.આ મોબાઈલ બંકર નદીના પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ઘટનાની ગંભીરતાને જોતા ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.