Sat Sep 05 2026

Logo

ઓનલાઈન શોપિંગ: સુવિધા-સંકટ ને અધિકાર

2026-03-22 11:29:00
Author: Lokmitra Gautam
ઓનલાઈન શોપિંગ: સુવિધા-સંકટ ને અધિકાર

ટૂંકું ને ટચ  - લોકમિત્ર ગૌતમ

થોડા દિવસો પહેલાં એટલે કે 15 માર્ચને દર વર્ષે પૂરી દુનિયાએ વિશ્ર્વ ઉપભોક્તા દિવસ તરીકે મનાવ્યો હતોે. આ ફક્ત ખરીદ-વેચાણ પૂરતું જ સીમિત નથી, પરંતુ ગ્રાહકોનાં અધિકાર અને તેમની સલામતીને યાદ કરવાનો એક અવસર છે. આજે શોપિંગ મોબાઈલમાં માત્ર એક ક્લિકથી થઈ જાય છે. 

સૌ કોઈને ઓનલાઈન શોપિંગનો ચસ્કો લાગ્યો છે. એનાથી સમયની બચત તો થાય જ છે સાથે જ ઢગલાબંધ બ્રાન્ડ્સ પણ જોવા મળે છે. આટલું જ નહીં ફ્ર્રી હોમ ડિલિવરી પણ મળી જાય છે. 

આજે દુનિયાભરમાં 3 અરબ લોકો ઓનલાઈન શોપિંગ કરે છે. 2025માં 6.8 ટ્રિલિયન ડૉલરથી પણ વધુ ઓનલાઈન શોપિંગ કરવામાં આવી હતી. ખરીદી કરવાની શક્તિના હિસાબે તો ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકો આજે દુનિયામાં ત્રીજી મહાશક્તિ છે. ઓનલાઈન શોપિંગનું ચલણ ખૂબ ઝડપથી વધ્યું છે. 

જોકે દરેક સિક્કાની બે બાજુ હોય એમ લાભની સાથે ગેરલાભ પણ છે. ઓનલાઈન શોપિંગ કરતાં ગ્રાહકોની પણ કેટલીક સમસ્યાઓ હોય છે. ઓનલાઈન શોપિંગમાં છેતરાવાની શક્યતા પણ ઘણી હોય છે. 

ભારતમાં માત્ર 3 વર્ષની અંદર 15થી 16 અરબ રૂપિયાની છેતરામણી માત્ર ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકો સાથે થઈ છે. 

આ સિવાય ઓનલાઈન શોપિંગ દ્વારા જે વસ્તુનો ઓર્ડર આપવામાં આવ્યો હોય એના બદલે ઘરે જે વસ્તુ આવે છે એ ખરાબ, ડેમેજ અને હલકી ગુણવત્તાની હોય છે. આટલું જ નહીં એને બદલાવવા માટે પણ ગ્રાહકોને ખાસ્સી મહેનત કરવી પડે છે. રિફન્ડ માટે પણ એટલી જ મથામણ થાય છે. 

અનેક વખત એવું પણ થાય છે કે ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકોના ડેટા અન્ય વિક્રેતાઓને વેચવામાં આવે છે. 

એને કારણે તેમને પ્રોડક્ટ્સ ખરીદવા માટે બિનજરૂરી કૉલ્સ આવે છે.

આ સિવાય ઓનલાઇન ફ્રોડથી બચવું હોય તો ભરોસાપાત્ર વેબસાઇટ પરથી શોપિંગ કરવી જોઈએ.

અજાણી લિન્ક કે મેસેજ ન ખોલવા.

પૈસાની ચુકવણી કરતી વખતે હંમેશાં સલામત માધ્યમોનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને અનેક તકલીફોથી દૂર રહી શકાશે.