Wed Jun 17 2026

Logo

શરદ પવારની તબિયત ફરી લથડી: પુણેની હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુળેએ શું કહ્યું

2026-02-22 12:16:00
Author: Savan Zalariya
Article Image

પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના વડા શરદ પવારની તબિયત ફરી લથડી છે, આજે રવિવારે સવારે પુણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ આવ્યા છે, અહેવાલ મુજબ તેમને ડિહાઇડ્રેશનની તકલીફ થઇ છે.

રૂબી હોલ ક્લિનિકે જાહેર કરેલા સત્તાવાર નિવેદન અનુસાર, હાલ શરદ પવારની હાલત હવે સ્થિર છે. બે દિવસ તેમને હોસ્પિટલમાં જ રાખવામ આવશે, ત્યાર બાદ તેમને ડીસ્ચાર્જ આપવામાં આવશે.  

શરણ પવારના દીકરી અને સાંસદ સુપ્રિયા સુળેએ એક નિવેદનમાં જણાવ્યું, "અમે બાબાને ફોલો-અપ ટેસ્ટ અને હાઇડ્રેશન માટે પુણેના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરી રહ્યા છીએ. તમામ ડોકટરો અને હેલ્થકેર વર્કર્સનો આભાર."

થોડા દિવસ પહેલા પણ તબિયત લથડી હતી:
નોંધનીય છે કે અગાઉ બે અઠવાડિયા પહેલા પણ છાતીમાં ઇન્ફેકશન લાગવાને કારણે 85 વર્ષીય શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને સતત ઉધરસ આવી રહી હતી. થોડા દિવસો માટે તેમને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતાં.
14 ફેબ્રુઅરીના રોજ શરદ પવારને રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી.

રજા આપવામાં આવ્યા બાદ, શરદ  પવારને પુણે સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યા, જ્યાં તેમણે થોડા દિવસ દિવસ આરામ કર્યો અને દવાનો કોર્સ પૂર્ણ કર્યો. જોકે, એક અઠવાડિયા બાદ તેમની તબિયત હવે ફરી લથડી છ, જેથી તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.