Mon Jul 27 2026

Logo

ગુજરાતમાં દરિયાના પાણીને મીઠું કરવાનો પ્લાન: 1000 લિટરનો ભાવ અને કરારની વિગતો જાહેર

2026-03-13 14:40:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાતનો દરિયાકાંઠો દેશમાં સૌથી લાંબો છે, જે અત્યાર સુધી 1600 કિલોમીટર નોંધાયેલો હતો પરંતુ થોડા સમય પહેલા રવે ઓફ ઇન્ડિયાએ અદ્યતન ટેક્નોલોજીની મદદથી સમગ્ર દેશનો દરિયાકાંઠાને માપ્યો છે. જેના ચોંકાવનારા આંકડા સામે આવ્યો હતો. હવે 700 કિલોમીટરના વધારા સાથે ગુજરાતનો દરિયાકાંઠો 2300 કિલોમીટર થયો છે. આ વધારો એ ગુજરાતના દરિયાકાંઠાની જમીનના ધોવાણના કારણે થયો છે. જેમાં ખંભાતના અખાતથી કચ્છના સુધી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં દરિયાના પાણીને મીઠું કરવાના પ્લાનનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

કોણે પૂછ્યો પ્રશ્ન

અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, તા. 31-01-2026ની સ્થિતિએ દરિયાના ખારા પાણીને મીઠું કરવાની યોજના (ડિસેલીનેશન પ્રોજેક્ટ) અંગે ક્યારે, કઈ કંપની સાથે કેટલી રકમનો કરાર કરવામાં આવ્યો છે, આ પ્રોજેક્ટ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવશે, હાલ આ યોજનાનું કામ કયા તબક્કે છે અને ક્યાં સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી કાર્યરત કરવામાં આવશે?

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, 31-01-2026ની સ્થિતિએ દરિયાના ખારા પાણીને મીઠું કરવાની યોજના (ડિસેલીનેશન પ્લાન્ટ) અંગેના પ્રોજેક્ટોની કામગીરી માટે મે. શાપુરજી પાલૂનજી એન્ડ કંપની પ્રાઈવેટ લિમિડેટ- મુંબઈ અને એક્વાટેક સિસ્ટમ એશિયા પ્રાઈવેટ લિમિટેડ જોઈન્ટ વેન્ચર દ્વારા સ્થાપિત એસ.પી.વી સાથે 26-02-2020ના રોજ કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.

કરાર અંતર્ગત કચ્છ સીવોટર ડિસેલીનેશન પ્રાઈવેટ લીમીટેડ સાથે 1000 લીટરનો ભાવ રૂ. 44.85, દ્વારકા સીવોટર ડિસેલીનેશન પ્રાઈવેટ લીમીટેડ સાથે 1000 લીટરનો ભાવ રૂ. 40.70, ભાવનગર ડિસેલીનેશન પ્રાઈવેટ લીમીટેડ સાથે 1000 લીટરનો ભાવ રૂ. 47.85 અને ગીર સોમનાથ ડિસેલીનેશન પ્રાઈવેટ લીમીટેડ સાથે 1000 લીટરનો ભાવ રૂ. 45 નક્કી કરવામાં આવ્યો છે.  ડિસેલીશન પ્રોજેક્ટની કામગીરી કચ્છ, દેવભૂમિ દ્વારા, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તા. 31-01-2026ની સ્થિતિએ ચારેય પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.