Sat Mar 07 2026

Logo

સાડી પહેરવામાં મહિલાઓને પણ પાછળ પાડી દેશે આ સરદારજી! ગણતરીની સેકન્ડોમાં એવી રીતે સાડી લપેટી કે જોઈને...

1 week ago
Author: Darshana Visaria
Article Image

સાડી પહેરવી એ એક આર્ટ છે, પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે એકદમ પિક્ચર પરફેર્ટ સાડી પહેરવામાં કલાકો નીકળી જાય છે. તેમ છતાં આપણા મનને સંતોષ થતો નથી. પણ આજના સોશિયલ મીડિયાના જમાનામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. એક સાડીની દુકાન પર કામ કરતા સરદારજીએ જે રીતે સાડી પહેરીને બતાવી, તેની સ્પીડ અને સફાઈ જોઈને ભલભલી ફેશન ડિઝાઈનરો પણ વિચારમાં પડી ગઈ છે. નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક કપડાની દુકાનમાં કેટલાક ગ્રાહકો સાડી ખરીદવા આવ્યા છે. ગ્રાહકો મુંઝવણમાં હતા કે કઈ સાડી લેવી અને તે પહેર્યા પછી કેવી લાગશે. ગ્રાહકોની આ મૂંઝવણ દૂર કરવા માટે દુકાનદાર સરદારજીએ જાતે જ સાડી પહેરીને બતાવવાનું નક્કી કર્યું અને પલક ઝબકતાંમાં જ તેમણે જેટલી પરફેક્ટલી સાડી પહેરી કે મહિલાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. 

માત્ર 12 સેકન્ડના આ વીડિયોમાં સરદારજીએ જે સ્ફૂર્તિથી પ્લીટ્સ બનાવી અને ત્યાર બાદ જે રીતે પલ્લું ખભા પર સેટ કર્યો, તે જોઈને દુકાનમાં હાજર ગ્રાહકો પણ દંગ રહી ગયા હતા. સરદારજીની આંગળીઓ વીજળીની ઝડપે સાડી પહેરીને આ સાડી પહેરીને કેવો લૂક મળશે એનો ડેમો ગ્રાહકોને આપ્યો હતો. 

વાઈરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @RebelliousPari8 નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક પુરુષ ઘર ચલાવવા માટે શું નથી કરતો. તે ઘણું બધું સહન કરે છે પણ કંઈ કહેતો નથી.’  આ વીડિયોને અત્યાર સુધી હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ સરદારજીના આત્મવિશ્વાસ અને તેમની મહેનતની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે પ્રામાણિકતાથી કામ કરવામાં ક્યારેય શરમાવું જોઈએ નહીં, તેઓ મહેનતથી કમાય છે. જ્યારે બીજા એક યુઝરે મજાક કરતાં લખ્યું હતું કે આ સરદારજી તો મહિલાઓ કરતા પણ વધુ ઝડપથી સાડી બાંધી લે છે, તેમની કળા કાબિલે તારીફ છે. ત્રીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે  આ કામ પ્રત્યેનું ડેડિકેશન છે, જે કસ્ટમર સેટિસ્ફેકશન માટે કરવામાં આવ્યું છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...

વધુ જુઓ...