મોસ્કોઃ ઈરાનના નતાંજ પરમાણું કેન્દ્ર પર હુમલો થતા રશિયાએ આ ઘટનાની નોંધ લીધી છે. રશિયા એ ઘટનાની નિંદા કરતા કહ્યું હતું કે, આ તો ખોટું કહેવાય. રશિયાના વિદેશ મંત્રાલયન પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું હતું કે, શનિવારે થયેલા આ હુમલાએ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરી દીધો છે. આ વસ્તુ યોગ્ય નથી કરી. ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણું એજન્સીને કહ્યું હતું કે, નતાંજ પર હુમલો થયો છે જેની ખાતરી એજન્સીએ એક પોસ્ટમાં કરી છે. આ ઘટના સમગ્ર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને વધારનારી છે.
શું છે નતાંજ પ્રાંત?
નતાંજ પ્રાંત જ્યા ઈરાને હુમલો કર્યો છે એ પરમાણું કેન્દ્ર છે. ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈ અહીંયા સુધી પહોંચી ગઈ હતી.નતાંજ પ્રાંત ઈરાનનું પ્રમુખ યુરેનિયમ સંવર્ધન સ્થળ છે. ઈરાનનો રશિયા સાથે સંબંધી ખૂબ સારો રહ્યો છે. રશિયાએ પરમાણું ઊર્જા સંબંધિત મદદ ઈરાનને કરી છે. આ ઉપરાંત પરમાણું કાર્યક્રમમાં રશિયા ઈરાનને મદદ કરે છે. આ હુમલો ઈરાન ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલી લડાઈના ચોથા અઠવાડિયામાં થયો છે. ઈરાને પણ કહ્યું હતું કે, કોઈ આંતરમાળખા પર હુમલો થયો તો વળતો જવાબ આપવામાં આવશે. આ પહેલા પણ નતાંજ પ્રાંત પર હુમલા થયેલા છે. ઈરાનના પરમાણું સંગઠને ખાતરી કરી હતી કે, હુમલા બાદ કોઈ રેડિયો એક્ટિવ લીક થયા નથી. આસપાસના લોકો પણ સુરક્ષિત છે. આસપાસના રહેવાસીઓને પણ કોઈ પ્રકારનું જોખમ નથી.
Spoke this evening to FM @araghchi of Iran. Conveyed greetings for Navroz and Eid.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 21, 2026
Our conversation was on the latest developments regarding the conflict. And its implications for the larger region.
પરમાણું સુરક્ષા માટે ચિંતાનો વિષય
હુમલાની આ ઘટનાથી ઘણાય દેશ પરમાણું ઊર્જાને લઈને ચિંતામાં મૂકાયા છે. આ હુમલાએ પરમાણું સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે. ઈરાનના ઊર્જા સંગઠને પણ કહ્યું હતું કે, આ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. રોડિયો કિરણો એક્ટિવ થયા નથી. રશિયા આ નિવેદન પહેલીવાર નથી આપ્યું. આ પહેલા પણ જ્યારે પરમાણું કેન્દ્ર વિસ્તારમાં હુમલો થયો એ સમયે રશિયા આવી ઘટનાની નિંદા કરી છે. ઈરાનના ઘણા આંતરમાળખામાં રશિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિષ્ણાંતો કહી ચૂક્યા છે કે, હવે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું તો અનેક દેશને ઊર્જાની કટોકટીનો સામનો કરવો પડી શકે છે.
એસ. જયશંકરે કરી મહત્ત્વની વાતચીત
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલને લઈન હવે શાંતિ અને સુરક્ષા સામે સવાલ ઊઠી રહ્યા છે. આ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જોખમી છે. રશિયા લાંબા સમયથી પરમાણું કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી રહ્યો છે. આ માહોલ વચ્ચે હવે વિદેશમંત્રી એસ. જયશંકરે પણ ઈરાનના ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી સાથે તેમણે વાતચીત કરી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વિગત સામે આવી છે. તેમણે એક પોસ્ટ કરતા ઉમેર્યું હતું કે, આજે સાંજે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચી સાથે વાતચીત કરી, ઈદ અને નવરોઝની શુભેચ્છાઓ પણ પાઠવી છે. અમારી વાતચીત સંઘર્ષ સંબંધિત નવી ઘટનાઓ અને ક્ષેત્ર પર પ્રભાવને લઈને પણ હતી.