આપણામાંથી મોટાભાગના લોકોએ દેશની રાજધાની દિલ્હીની મુલાકાત લીધી જ હશે અને દિલ્હી આવનારા મોટાભાગના ટુરિસ્ટ રાષ્ટ્રપતિ ભવનને બહારથી જોઈને જ પરત ફરી જાય છે. આવું થવાનું કારણ એટલે કે આપણામાંથી અનેક લોકોનું એવું માનવું છે કે ભારતના રાષ્ટ્રપતિનું આ ઓફિશિયલ રેસિડેન્સ આમ આદમી માટે બંધ રહે છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. જો તમે ઈચ્છો તો પ્રોપર પ્લાનિંગ, બુકિંગ અને નિયમોનું પાલન કરીને તમે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકો છો. ચાલો તમને આજે આ વિશે વિસ્તારથી જણાવીએ...
330 એકરમાં ફેલાયેલું સ્થાપત્યનું માસ્ટરપીસ

તમારી જાણકારી માટે કે રાષ્ટ્રપતિ ભવન 330 એકરમાં ફેલાયેલું છે અને તે માત્ર એક ઈમારત નહીં પણ સ્થાપત્યનું માસ્ટરપીસ છે. દેશની લોકશાહી, ઈતિબાસ અને વારસાના પ્રતિક સમાન આ ઈમારત એસ આકારમાં બનેલું છે. રોયલ દેખાતા આ રાષ્ટ્રપતિ ભવનમાં 340 રૂમ આવેલા છે. આ સુંદર ઈમારતને એડવિન લુટિયન્સ અને હર્બર્ટ બેકરે ડિઝાઈન કરી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં શું શું જોઈ શકશો?
જ્યારે પણ કોઈ ટુરિસ્ટ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા માંગે છે ત્યારે તેમને એક હોલ ચોક્કસ દેખાડવામાં આવે છે. આ એ જ હોલ છે કે જ્યાં દેશના રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય મહેમાનોને મળે છે અને ઔપચારિક ડિનરનું આયોજન કરે છે. આ ઉપરાંત ટુરિસ્ટને નેશનલ એવોર્ડ સેરેમની હોલ કે જ્યાં રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે એ પણ આ મુલાકાત દરમિયાન જોવા મળે છે. એની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવનનો ઈતિહાસ દર્શાવતું મ્યુઝિયમ અને પોર્ટ્રેટ ગેલેરી કે જેમાં અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓના પોર્ટેઈટ જોવા મળે છે. રાષ્ટ્રપતિ ભવનની આ ટૂર ગાઈડ સાથે ગ્રુપમાં કરાવવામાં આવે છે.

વાત કરીએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત માટે બુકિંગ પ્રક્રિયા અને ટિકિટના દર વિશે તો આ માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ ફરજિયાત છે. તમે રાષ્ટ્રપતિ ભવનની ઓફિશિયલ વેબસાઈટ visit.rashtrapatibhavan.gov.inની મુલાકાત લઈ શકો છો. આ માટે ટુરિસ્ટે પ્રતિ વ્યક્તિ ટિકિટની કિંમત 50 રૂપિયા ચૂકવવા પડશે. એક વખત તમારું બુકિંગ થઈ જાય ત્યાર પછી સિક્યોરિટી ચેકિંગ બાદ ગાઈડ સાથે એન્ટ્રી મળે છે.
રાષ્ટ્રપતિ ભવનની એક વિઝિટ અંદાજે 45 મિનિટની હોય છે. મુખ્ય ભવન મંગળવારથી રવિવાર સુધી સવારે 9:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને છેલ્લી એન્ટ્રી સાંજે 4:00 વાગ્યે આપવામાં આવે છે.
- મુલાકાત લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
- ઓનલાઈન બુકિંગ: એડવાન્સ બુકિંગ વગર પ્રવેશ મળશે નહીં.
- આઈડેન્ટિટી પ્રૂફ: માન્ય સરકારી ઓળખપત્ર (ID Proof) સાથે રાખવું અનિવાર્ય છે.
- પ્રતિબંધિત વસ્તુઓ: મોબાઈલ ફોન, કેમેરા, બેગ અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાન અંદર લઈ જવાની મનાઈ છે.

જો તમે દિલ્હી જવાનું વિચારી રહ્યા હોવ, તો આ ભવ્ય ભવનની મુલાકાત લેવા માટે અગાઉથી તમારો સ્લોટ બુક કરાવી લેવો હિતાવહ છે. છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...