Tue May 26 2026

Logo

બોલીવુડની 'ડ્રામા ક્વિન'એ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- હવે ક્યારેય લગ્ન નહીં કરું

2026-05-26 21:13:01
Author: mumbai samachar team
Article Image

Rakhi Sawant


મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, રાની મુખર્જી, જૈકી શ્રોફ અને રિતેશ દેશમુખ જેવા ટોચના કલાકારો સાથે સ્ક્રિન કરી ચૂકેલી એક્ટ્રેસે પોતાના પતિના કારનામાની ફાઈલ ખોલી છે. 'ડ્રામા ક્વિન' નામથી જાણીતી આ એક્ટ્રસ સમયાતરે પોતાના નવા નવા લૂક્સ, ડ્રામા અને બેબાક અંદાજને કારણે સતત ચર્ચામાં રહે છે. ઘણીવાર તે પોતાની પર્સનલ લાઈફ અંગે પણ ચોંકાવનારા ખુલાસા કરે છે. હવે તેમણે પોતાના એક્સ પતિની પોલ ખોલી છે. આ એક્ટ્રેસ એટલે રાખી સાવંત. તાજેતરમાં તેમણે પોતાની અંગત જિંદગીને લઈને ખુલાસા કર્યા હતા. આ પછી તે બોલીવુડની ગોસિપમાં પહેલા ક્રમે રહી હતી. રાખીએ કહ્યું કે, એક્સ પતિએ પ્રોપર્ટી માટે મારવા સુધીના પ્રયાસ કર્યા હતા. એ પછી છૂટાછેડા બાદ 3 કરોડ રૂપિયા લઈને નાસી છૂટ્યો હતો. 

હવે ક્યારેય લગ્ન નહીં કરૂ
એક ખાસ મુલાકાતમાં રાખીએ કહ્યું હતું કે, બચપનથી એક્ટ્રેસ બનવાનું સપનું હતું. આ મુલાકાતમાં તેમણે પોતાના લગ્ન અને પછી થયેલી મોટી તકરાર અંગે દિલ ખોલીને વાત કરી હતી. એક્ટ્રેસે ત્યાં સુધી કહ્યું કે, ડૉમેસ્ટિક વાયોલન્સનો પણ હું શિકાર બની હતી. એ પછી નિર્ણય કર્યો કે, ક્યારેય હવે લગ્ન નહીં કરૂ અને ન કોઈના પ્રેમનો સહારો લઉં. આદિલ ખાન પર ફરી એકવાર તેણે ગંભીર કહી શકાય એવા આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારી પ્રોપર્ટી માટે તેણે મારા પર જીવલેણ હુમલો કર્યો હતો. માને મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો. બે એવી જગ્યાઓ પર એ મને લઈ ગયો હતો કે જ્યાંથી ફેંકીને તે મારૂ કામ તમામ કરી શકે.

મારી નાખવાનો પ્લાન હતો
પણ મને એનો ઈરાદો ખબર પડી ગયો, એટલા માટે જ હું ત્યાંથી ભાગી નીકળી અને બચી ગઈ હતી. આદિલ મારી પ્રોપર્ટી હડપવા માગતો હતો, એટલા  માટે તે માને મારી નાંખવા માગતો હતો. પહાડ પરથી ફેંકી દેવાનો પ્લાન બનાવી દીધો હતો પણ મને એ પ્લાનની ગંધ આવી ગઈ અને એટલા માટે હું ત્યાંથી ભાગી ગઈ હતી. જો હું ત્યાંથી ભાગી ન હોત તો મૃત્યું પામી હોત. હું 100 ટકા સાચી હતી પછી તે મારા 3 કરોડ રૂપિયા લઈને ભાગી ગયો હતો. મેં એને જવા દીધો અને પૈસા પણ નથી માગ્યા. રાખીની માતા જયા સાવંતનું 28 જાન્યુઆરી 2023ના બ્રેન ટ્યુમરના કારણે અવસાન થયું હતું. રાખીએ આ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, પરિવારનો ખર્ચો ઊઠાવવા માટે ઓછી ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. માના પ્રેશરમાં આવીને ખોટી વ્યક્તિ જોડે લગ્ન કરી દીધા. આ કારણે ડૉમેસ્ટિક વાયોલન્સનો શિકાર બની