રાજકોટઃ રાજકોટ શહેરની શાન અને ઓળખ સમાન તહેવાર એવા જન્માષ્ટમીના મેળાની રેસકોર્સ મેદાન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે યોજાનારા
પરંપરાગત વ્ય લોકમેળાની તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે. માત્ર રંગીલા રાજકોટવાસીઓ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી આવતા લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે.મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા ખાણીપીણી અને ચટાકેદાર વાનગીઓના સ્ટોલ્સ માટે આ વખતે ખાણી-પીણીના વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રમકડાં, મનોરંજન, રાઈડ્સ અને ખાણીપીણીના મોટાભાગનો તમામ સ્ટોર્સની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
વેપારીઓને મળશે પૂરતી જગ્યા
વેપારીઓની સતત રજૂઆત અને માંગણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વધારાના 11 ખાણીપીણીના વધારાના આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બાકી રહેલા 11 સ્ટોલ્સની સત્તાવાર ફાળવણી આગામી બે થી ત્રણ દિવસમાં કરી દેવાશે.પછી જે તે વેપારીઓ પોતાની રીતે આયોજન કરીને ખાણીપીણી તથા રમકડાંનો સ્ટોલ કરી શકશે.જેથી પ્લોટિંગની તમામ પ્રક્રિયા પૂરી કરીને વૈપારીઓને સમયસર સોંપી દેવામાં આવશે. જેથી વેપારીઓ પોતાની બનાવટ, લાઇટિંગ અને વેપાર-ધંધાની પૂર્વ તૈયારીઓ કરી શકે. તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્રએ આ માટે એક ખાસ યાદી તૈયાર કરી રાખી છે, પ્લોટ માટેના લેઆઉટ પણ નક્કી કરી દેવાયા છે. આગામી સમયમાં જ હરાજીમાં વિજેતા બનેલા તમામ વેપારીઓને તેમના નિયત કબ્જો સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.વેપારીઓને પૂરતો સમય મળવાથી મેળાના પ્રથમ દિવસથી જ તમામ સ્ટૉલ્સ પૂર્ણ ક્ષમતા સાથે મુલાકાતીઓ માટે કાર્યરત થઈ શકશે.સમગ્ર મેળાના મેદાન પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક અને ઊંચા વોચ ટાવર ઊભાં કરીને કડક દેખરેખ રાખવામાં આવશે. આ માટે કંટ્રોલ રૂમમાં પણ ખાસ જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ સાથે પ્રથમ દિવસથી જ હેલ્પડેસ્ક શરૂ થશે, જેનાથી નાગરિકોને પ્રાથમિક મદદ મળી રહેશે.
પોલીસ વિભાગે ટીમ તૈયાર કરી
ખાણીપીણીના સ્ટોલ્સ અને રાઇડ્સ માટે ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પર્યાપ્ત પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, હંગામી શૌચાલયો, તબીબી ઇમરજન્સી સેવાઓ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે.ભવ્ય લોકમેળો લોકસંસ્કૃતિ અને ઉત્સાહનું ઉત્તમ પ્રતીક બની રહેશે, જ્યાં નાગરિકો સંપૂર્ણ રક્ષિત વાતાવરણમાં નિર્ભયપણે ઉત્સવનો આનંદ માણી શક્યું. આવનારા ટૂંક સમયમાં જ લોકમેળાનું નામ જાહેર કરવામાં આવશે. સુરક્ષા બંદોબસ્તને લઈને પણ પોલીસ વિભાગે એક ટીમ તૈયાર કરી છે જે મેળામાં ખાસ સુરક્ષઆ પૂરી પાડશે. મેળાના નામ માટે રાજકોટની પ્રજા પાસે વિવિધ નામ અંગે સૂચન મંગાવવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ટૂંક સમયમાં આ મેળાનું નામ આપવામાં આવશે.