Sun Sep 13 2026

Logo

જેમ ટ્રમ્પ મોદીને કંટ્રોલ કરે છે, તેમ મોદી કેરળના CMને કન્ટ્રોલ કરે છે! રાહુલ ગાંધીનો આક્ષેપ...

2026-03-07 22:51:36
Author: Devayat Khatana
જેમ ટ્રમ્પ મોદીને કંટ્રોલ કરે છે, તેમ મોદી કેરળના CMને કન્ટ્રોલ કરે છે! રાહુલ ગાંધીનો આક્ષેપ...

કેરળ: ઓપરેશન સિંદૂરની મધ્યસ્થીના ટ્રમ્પના દાવા બાદથી લઈને છેક આજદિન સુધી વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર  ટ્રમ્પના નિયંત્રણનો આરોપ કરતાં આવ્યા છે. ત્યારે આજે કેરળમાં આયોજીત એક સમારોહમાં કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર આકરા પ્રહારો કર્યા હતા. 

તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, જે રીતે ટ્રમ્પ પીએમ મોદીને નિયંત્રિત કરે છે, તેવી જ રીતે પીએમ મોદી કેરળના મુખ્ય પ્રધાનને કંટ્રોલ કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કેરળમાં CPM અને BJP અલગ નથી, પરંતુ 'CJP' એટલે કે કોમ્યુનિસ્ટ જનતા પાર્ટી બની ગયા છે અને બંને મળીને UDF ને હરાવવા માટે કામ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓ CBI અને EDની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, મારા પર ૩૬ કેસ છે અને EDએ મારી ૫૫ કલાક સુધી પૂછપરછ કરી છે, તો પછી કેરળના CM અને તેમના પરિવાર સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?" તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓ પર એજન્સીઓ તવાઈ બોલાવે છે, પરંતુ કેરળના નેતાઓ સુરક્ષિત છે કારણ કે તેઓ ભાજપ સાથે આંતરિક સમજૂતી કરી ચૂક્યા છે. જો તમે CPMના કાર્યકરોને પૂછશો તો તેઓ પણ આ વાત સ્વીકારશે.