Thu Sep 10 2026

Logo

રાહુલ ગાંધીએ કહ્યું કે મારે અને પીએમ મોદીને વાઇફ ઇસ્યુ નથી, ગૃહમાં હાસ્ય રેલાયું

2026-04-17 16:50:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ કહ્યું કે મારે અને પીએમ મોદીને વાઇફ ઇસ્યુ નથી, ગૃહમાં હાસ્ય રેલાયું

નવી દિલ્હી: લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા ચાલી રહી છે. જોકે, આ ચર્ચામાં બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદને સાંસદોને હસવા પર મજબૂર કરી દીધા હતા. તેમણે બિલને મહિલાઓને આગળ ધરીને રાજકીય એજન્ડા પાર કરનારું બિલ ગણાવ્યું હતું. તેમણે મજાકમાં કહ્યું હતું  કે મારે અને પીએમ મોદીને વાઇફ ઇસ્યુ નથી. જેના પગલે સમગ્ર ગૃહમાં હાસ્ય રેલાયું હતું. 

આપણે બધાએ મહિલાઓ પાસેથી ઘણું શીખ્યા છીએ

આ ઉપરાંત હુલે જણાવ્યું હતું કે, હાલ દેશમાં મહિલાઓ એક કેન્દ્રીય શક્તિ છે અને એક પ્રેરક શક્તિ તરીકે ઉભરી આવી છે. અહીં હાજર આપણે બધાએ મહિલાઓ પાસેથી ઘણું શીખ્યા છીએ. આપણામાંના દરેકના જીવનમાં, સ્ત્રીઓ માતા અને બહેનોની ભૂમિકામાં છે.

ગૃહમાં હાસ્ય રેલાયું હતું 

રાહુલે ગાંધીએ કહ્યું, "માતા, બહેનો, પત્નીઓ અથવા અન્ય ક્ષમતાઓમાં  મહિલાઓએ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. જોકે,  મારે અને પીએમ મોદીને વાઇફ ઇસ્યુ નથી આ સાંભળીને, ગૃહમાં હાસ્ય રેલાયું હતું અને રાહુલ ગાંધી પોતે હસવા લાગ્યા હતા. 

આ સાચું મહિલા અનામત બિલ નથી

રાહુલ ગાંધીએ  કહ્યું કે આ સાચું મહિલા અનામત બિલ નથી. અમે મહિલા અનામત બિલનું સમર્થન કરીએ છીએ પરંતુ સીમાંકનનો વિરોધ કરીએ છીએ. તેમજ સરકાર સંસદમાં પોતાની ઘટતી શક્તિને કારણે સરકાર ભયભીત છે. તેમણે દક્ષિણ ભારતના લોકોને આશ્વાસન આપ્યું હતું. તેમજ કહ્યું કે તેઓ સીમાંકન  નહીં થવા દે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ઓબીસી, દલિતો અને મુસ્લિમો પાસેથી તેમની સત્તા છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો

આ ઉપરાંત રાહુલ ગાંધીએ  ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો.  તેમણે મને ભયનો સામનો કેવી રીતે કરવો તે શીખવ્યું. તેમણે ટિપ્પણી કરી કે તેમની દાદીએ તેમનામાં સત્ય અને અહિંસાના પાઠ સિંચ્યા હતા. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન સરકાર પણ એવી જ રીતે ભયથી ઘેરાયેલી છે. આ સરકાર અંધકારમાં પગ મૂકવા તૈયાર નથી.