ધરમશાલાઃ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ગઈ કાલે અહીં રમાયેલી આઇપીએલની મેચમાં પંજાબને દિલ્હીએ ત્રણ વિકેટે હરાવ્યું હતું અને આ પંજાબનો સતત ચોથો પરાજ્ય છે. 211 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી દિલ્હીની ટીમ 19 ઓવરમાં જ લક્ષ્ય સિદ્ધ કર્યો હતો.
પંજાબની ટીમે ગઈ કાલે પણ કેચ છોડવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો અને અંતે તેના હારનું કારણ પણ એ જ બન્યું હતું. કોચ રિકી પોન્ટિંગે જેને વાઇરસ કહ્યો છે એ કેચ છોડવાના સિલસિલાનો પંજાબ ઝટ અંત નહીં લાવે તો ટૂર્નામેન્ટમાં તેનાં માટે હવે પછીનાં ચઢાણ કપરાં થશે. પંજાબની બોલિંગ પણ ઠીક-ઠીક હતી અને તેની પાસે માત્ર પાંચ જ ફ્રન્ટલાઇન બોલર છે એ પણ તેની એક નબળાઇ છે જે ફરી છતી થઈ હતી.
અક્ષર પટેલ (30 બોલ, 56 રન) અને ડેવિડ મિલર (28 બોલ, 51 રન) સિવાય પંજાબનો એકેય બેટ્સમેન કશું ઉકાળી નહોતો શક્યો. દિલ્હીએ સારી બોલિંગ કરી હતી અને એક સમયે પંજાબના ચાર બેટ્સમેનને 74 રનના સ્કોરે પેવેલિયન ભેગા કરી દીધા હતા. જો તેમણે બધા કેચ પકડ્યા હોત તો વધુ આસાનીથી પંજાબ જીતી શકત.
DC
અગાઉ, દિલ્હી કેપિટલ્સના પેસરોએ પ્રિયાંશ આર્યની તોફાની ઇનિંગ બાદ પોતાની લેન્થમાં સુધારો કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે અહીં પંજાબ કિંગ્સને પાંચ વિકેટે ૨૧૦ રનના સ્કોર પર રોકી દીધું હતું. ધરમશાલાના આ રમણીય મેદાન પર પ્રિયાંશે ૩૩ બોલમાં ૫૬ રનની તેની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન અડધો ડઝન સિક્સર ફટકારી હતી.
ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહેલી દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં પાંચ ફેરફારો કર્યા બાદ આ સીઝનની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ પસંદ કરી હતી. ધરમશાલાની ઊંચાઈ પર આવેલું હોવાી બોલ સામાન્ય રીતે બેટ પર ઝડપથી આવે છે અને તે રમતની પ્રથમ ઓવરમાં જ જોવા મળ્યું હતું અને મિચલ સ્ટાર્ક ઘણો મોંઘો સાબિત થયો હતો. પ્રિયાંશે આ અનુભવી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરની ઓવરમાં બાવીસ રન ફટકાર્યા હતા, જેમાં વિકેટની બંને બાજુએ મારેલી શાનદાર સિક્સરનો સમાવેશ થાય છે. આ ડાબોડી બેટ્સમેને માત્ર સ્ટાર્કના પ્રથમ બોલ પર જ સિક્સર નથી ફટકારી, પરંતુ લુન્ગી એન્ગિડી અને મુકેશ કુમાર સામે પણ આવું જ આક્રમક વલણ અપનાવ્યું હતું.
સ્ટાર્કે સ્વિંગ મેળવવા માટે ફૂલ લેન્થ બોલિંગ કરી હતી, પરંતુ પ્રથમ ત્રણ ઓવરમાં ૫૧ રન લુટાવ્યા બાદ દિલ્હીના પેસરોને સમજાયું કે આ પીચ પર ફૂલ લેન્થ બોલિંગ કરવી યોગ્ય નથી. આકિબ નબીએ દિલ્હીની વાપસી કરાવી હતી, તેણે લેન્થ પરથી બોલને સીમ કરાવીને પાવરપ્લેના બીજા ભાગમાં પ્રિયાંશ માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. પ્રિયાંશના ઓપનિંગ પાર્ટનર પ્રભસિમરન સિંહે ૧૫ બોલમાં ૧૮ રન બનાવ્યા હતા પરંતુ તે લયમાં જણાતો નહોતો અને આખરે મુકેશના બોલ પર ફાઈન લેગમાં કેચ આઉટ થયો હતો.
નવમી ઓવરમાં માધવ તિવારીએ પ્રિયાંશને ડીપ પોઈન્ટ પર કેચ આઉટ કરાવીને તેની આઈપીએલની પ્રથમ વિકેટ ઝડપી હતી.પંજાબ કિંગ્સે શાનદાર શરૂઆત કરી હતી પરંતુ ૧૦ ઓવરના અંતે તેઓ માત્ર ૧૦૭ રન બનાવી શક્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐયર (૩૬ બોલમાં અણનમ ૫૯) અને કૂપર કોનોલીએ (૨૭ બોલમાં ૩૮) ત્રીજી વિકેટ માટે ૫૨ બોલમાં ૮૩ રનની ભાગીદારી કરી હતી, પરંતુ તેઓ ઈચ્છતા હતા તેટલી ઝડપથી રનની ગતિ વધારી શક્યા નહોતા. ૧૯મી ઓવરમાં સ્ટાર્કે સતત બે બોલ પર માર્કસ સ્ટોઈનિસ અને શશાંક સિંહને આઉટ કર્યા હતા, ત્યારબાદ સૂર્યાંશ શેડગેએ આ હાઈ-પ્રોફાઈલ બોલર સામે બે શાનદાર સિક્સર ફટકારી હતી. અંતિમ ઓવરમાં એન્ગિડીએ શાનદાર બોલિંગ કરીને પંજાબ કિંગ્સને ૨૧૦ રનથી આગળ વધતા અટકાવ્યા હતા.