Wed May 06 2026

Logo

દિલ્હી કેપિલ્સની સામે ચેન્નઈ સુપરકિંગ્સનો આઠ વિકેટથી વિજય, સેમસન બન્યો બેસ્ટ ફિનિશર

1 hour ago
Author: mumbai samachar team
Article Image

IPL


નવી દિલ્હીઃ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પહેલા 155 રન કર્યા હતા. ચેન્નઈ સુપરકિંગ્સને જીતવા માટે 156 રનનો નાનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક ચેઝ કરવા ઊતરેલી ચેન્નઈ સુપરકિંગ્સના ખેલાડીઓએ શરૂઆત ઠીકઠાક કરી હતી. પણ સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગના સહારે ચેન્નઈ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે આસાનીથી જીત મેળવી હતી.  24 રને પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડની પડી હતી. જે 13 બોલમાં 6 રન કરીને આઉટ થયો એ પછી ઉર્વીલ પટેલે માત્ર 17 રન કર્યા હતા. 45 રને બીજી વિકેટ પડી હતી. સેમસને 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા.12 ઓવરમાં ચેન્નઈ સુપરકિંગ્સના 100 રન પૂરા થયા હતા. સંજુ અને કાર્તિકની પાર્ટનરશીપ ચેન્નઈને જીત તરફ લઈ ગઈ હતી. 

બેક ટુ બેક સિક્સ અને ફોર
એક સમયે ચેન્નઈ સુપરકિંગ્સને જીતવા માટે 39 બોલમાં 51 રનની જરૂર હતી. સંજુ સેમસન અને કાર્તિક શર્માએ સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું.ડ્રિંકબ્રેક વખતે 36 બોલમાં 50 રન જીતવા માટે ચેન્નઈ સુપરકિંગ્સને જોઈતા હતા.સંજુએ આ મેચમાં દમદાર બેટિંગ કરીને ફોર અને સિક્સર ફટકારીને સ્કોર ચેઝ કરવા પ્રયાસ કર્યા હતા. નટરાજનની ઓવરમાં બેક ટુ બેક બે સિક્સ અને એક ફોરથી મેચનું પાસુ પલટાયું હતું.નટરાજનની ઓવરમાં 20 રન આવ્યા હતા. શરૂઆતની બે વિકટ પડતા મેચ દિલ્હીના હાથમાં હોય એવું લાગતું હતું પણ સંજુએ 50 પૂરી કરી લેતા મેચ ચેન્નઈના ખાતામાં ગઈ હતી. 15 ઓવરના અંતે 30 બોલમાં 30 રનની જરૂર હતી. કાર્તિકે પણ સંજુની સેન્ચુરી પૂરી કરાવવા માટે પૂરતો સાથ આપ્યો હતો. સિંગલ્સ લઈને સ્ટ્રાઈક રોટેશનમાં સંજુને ચાન્સ આપ્યો હતો. 

બેસ્ટ ફિનિશર સાબિત થયો સેમસન
પ્લેઓફની દ્રષ્ટિથી બન્ને ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્ત્વનો છે. દિલ્હી અને ચેન્નઈ બંન્નેએ 9 મેચ રમ્યા બાદ બન્નેના પોઈન્ટ 8-8 રહ્યા છે. દિલ્હી કેપિટલનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો છે. આજે હોમ ગ્રાઉન્ડ પર તે જીતના ઈરાદા સાથે મેદાને ઊતરી હતી. જ્યારે બીજી ઈનિગ્સમાં અક્ષર પટેલે પહેલી વિકેટ લઈને ખાતું ખોલ્યું હતું. એ પછી એનગીડીએ વિકેટ ખેરવી હતી. પણ સૌથી વધારે રન નટરાજન અને કુલદીપની ઓવરમાં આવ્યા હતા. દરેક ઓવરે સતત ફરતી રહેતી ફિલ્ડિંગ પોઝિશન ચેન્નઈ સુપરકિંગને જીતતા રોકી ન શકી હતી.  એક સમયે 16 બોલમાં માત્ર એક જ રનની જરૂરિયાત હતી. સેમસન આ મેચનો રીયલ હીરો અને બેસ્ટ ફિનિશર સાબિત થયો હતો. 17 ઓવરમાં મેચ ખતમ થઈ ગઈ હતી અને સેમસન છેલ્લે ફોર મારીને ચેન્નઈ સુપરકિંગને જીતાડી દીધી હતી. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો પંજાબ કિંગ્સ પહેલા ક્રમે છે જ્યારે બીજા ક્રમે બેંગ્લુરૂ છે જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સ છઠ્ઠા ક્રમે છે. 

સ્ટ્બ્સ અને રીઝવીએ લાજ રાખી
એક સમયે દિલ્હીનો સ્કોર 69/5નો રહ્યો હતો.સમીર રીઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગ કરીને 65 રનની પાર્ટનરશીપ કરી હતી.રીઝવીએ 24 બોલમાં 40 રન કર્યા હતા.જ્યારે સ્ટ્બ્સે 31 બોલમાં 38 રન કર્યા હતા. રીઝવીએ સિક્સ ફટકારીને ઈનિંગ્સનો અંત કર્યો હતો. આમ રિઝવી અને સ્ટબ્સ આ વખતે ઈમ્પેક્ટફૂલ પ્લેયર્સ સાબિત થયા છે. બોલરની વાત કરીએ તો ચેન્નઈ સુપરકિંગ્સમાંથી અંશુલ કંબોજ આખી સીઝન દરમિયાન ખતરનાક બોલર સાબિત થયો છે. પણ આ મેચમાં તેણે 4 ઓવરમાં 49 રન આપી દીધા હતા.જ્યારે અકીલ હોસને મેચમાં 4 ઓવરમાં 19 રન લઈને મહત્ત્વની વિકેટ ખેરવી હતી.