Mon May 04 2026

Logo

ચેમ્પિયન્સ લીગ: બ્લોકબસ્ટર પીએસજી-બેયર્ન સિક્વલનો વિજેતા ફાઇનલમાં આર્સેનલ અથવા એટલેટિકોનો સામનો કરશે

1 hour ago
Author: Vipul Vaidya
Article Image

બુડાપેસ્ટ (હંગેરી): યુએફા ચેમ્પિયન્સ લીગમાં ગયા અઠવાડિયે ભારે રોમાંચક મેચ આપનારી પેરિસ સેન્ટ-જર્મન (પીએસજી) અને બેયર્ન મ્યુનિક ફરી એક વખત સેમી ફાઈનલમાં મંગળવારે આમને સામને આવશે. મ્યુનિકમાં રીટર્ન ગેમ ચોક્કસપણે ડ્રામાની તે ઊંચાઈ સુધી પહોંચી શકશે નહીં જેટલી પેરિસમાં બંનેની મેચ ભારે રોમાંચક સ્તર સુધી પહોંચી શકી હતી. છતાં, કોચ લુઈસ એનરિક અને વિન્સેન્ટ કોમ્પેની સ્ટાર્સ માટે લક્ષ્ય રાખશે.

અહીં ઉલ્લેખનીય છે કે પીએસજી ક્વૉટર ફાઈનલમાં લિવરપુલને 4-0થી હરાવીને આવી છે, જ્યારે બાયર્ને આ ટુર્નામેન્ટ 15 વખત જીતનારી રિયલ મેડ્રિડ સામે 6-4થી જ્વલંત વિજય મેળવ્યો હોવાથી તેમના હોસલા બુલંદ છે. બંને ટીમોએ આ વખતે આક્રમક ખેલ અપનાવ્યો છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં એકસરખા 38 ગોલ કર્યા છે. ચોથા દિવસે બાયર્ને પીએસજી સામે મેળવેલો 2-1નો વિજય આ ટીમ  સામે સળંગ પાંચમો વિજય હતો. બીજી સેમી ફાઈનલમાં આર્સેનલ અને એટલેટિકોનો મુકાબલો છે. 

સેમિફાઇનલ મેચમાં વિજેતા ટીમ 30મી મેના રોજ બુડાપેસ્ટના પુસ્કાસ એરેના ખાતે યોજનારી ફાઇનલમાં રમશે.