Tue May 05 2026

Logo

ઓસ્ટ્રિયન મહિલાએ સ્લીપર કોચમાં મહિલાઓ સાથે કર્યા હનુમાન ચાલીસાના પાઠ, વીડિયો થયો વાઈરલ...

1 day ago
Author: Darshana Visaria
Article Image

ભારતીય રેલવે એટલે કે ઈન્ડિયન રેલવેએ દુનિયાના વ્યસ્ત અને વિશા કહી શકાય એવા રેલવે નેટવર્કમાં ચોથા નંબર પર આવે છે. સમયની સાથે ભારતીય રેલવેનો ચહેરોમહોરો બદલાઈ રહ્યો છે. દરરોજ કરોડો પ્રવાસીઓ આ ભારતીય રેલવેની ટ્રેનોમાં મુસાફરી કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક ઓસ્ટ્રિયાની મહિલા ટ્રેનના સ્લીપર ક્લાસમાં હનુમાન ચાલીસાનો પાઠ કકરતી જોવા મળી રહી છે. આ વીડિયો નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી... 

ભારતીય રેલવેમાં પ્રવાસને લઈને વિદેશી પ્રવાસીઓ દ્વારા અવારનવાર નકારાત્મક વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક ઓસ્ટ્રિયાની એક મહિલા પ્રવાસીની સ્ટોરીએ આ તમામ રૂઢિચુસ્ત માન્યતાઓને તોડી પાડી છે. 

વાઈરલ થઈ રહેલો આ વીડિયો ચિયારા નામની આ પ્રવાસીનો છે, આ વીડિયોમાં ચિયારા ટ્રેનના સ્લીપર ક્લાસમાં ભારતીય મહિલાઓ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરતી જોવા મળે છે. નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વીડિયો પર વ્હાલ વરસાવી રહ્યા છે. 

અહીંયા તમારી જાણકારી માટે કે ચિયારાએ અત્યાર સુધીમાં ભારતની 17થી વધુ ટ્રેનોમાં મુસાફરી કરી છે. ચિયારાએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે ટ્રેનમાં પ્રવાસ પહેલાં સિક્યોરિટીને લઈને શંકાઓ હોવા છતાં, વાસ્તવિકતામાં તેને સહ-મુસાફરો તરફથી માત્ર પ્રેમ અને ભોજન જ મળ્યું છે.

ચિયારાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે 17 ટ્રેનમાં યાત્રા દરમિયાન તેને એક પણ વાર ખરાબ અનુભવ થયો નથી. વાઈરલ વીડિયોમાં તે સ્લીપર કોચમાં ભારતીય મહિલાઓ સાથે પૂરી શ્રદ્ધાથી હનુમાન ચાલીસાનો પાઠ કરતો જોવા મળી હતી. આ વીડિયોને 5,60,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે અને લોકો ભારતનો સકારાત્મક પક્ષ બતાવવા બદલ તેની પ્રશંસા કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...