મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેરબજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 165 પોઈન્ટના ઘટાડા સાથે 77,103 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી-50 66 પોઈન્ટના ઘટાડા સાથે 24,052 પર ખુલ્યો. આજે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો. ડોલર સામે રૂપિયો 0.23% ઘટીને 95.31 પર ખુલ્યો.
આજે મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 7 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની 23 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. નિફ્ટી-50 ની 50 કંપનીઓમાંથી માત્ર 5 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની 45 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખુલ્યા.
ક્યા શેરો વધ્યા, ક્યા ઘટ્યા?
સેન્સેક્સ પર અદાણી પોર્ટ્સના શેરમાં સૌથી વધુ 0.70 ટકાનો વધારો નોંધાયો, જ્યારે બજાજ ફાઇનાન્સના શેર આજે સૌથી વધુ 1.41 ટકાનો ઘટાડો નોંધાયો.
સેન્સેક્સના બાકીના શેરો પર નજર કરીએ તો, ITC ના શેરમાં 0.29 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.26 ટકા, TCSના શેરમાં 0.17 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.10 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 0.08 ટકા અને સન ફાર્માના શેર 0.05 ટકાના વધારા સાથે ખુલ્યા.
આજે બજાજ ફિનસર્વના શેર 1.14 ટકા, મારુતિ સુઝુકીના શેર 1.13 ટકા, HDFC બેંકના શેર 0.91 ટકા, ઇન્ડિગોના શેર 0.90 ટકા, L&Tના શેર 0.81 ટકા, ICICI બેંકના શેર 0.78 ટકા, એશિયન પેઇન્ટ્સના શેર 0.70 ટકા, HCL ટેકના શેર 0.70 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.64 ટકા, ટ્રેન્ટના શેર 0.58 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.51 ટકા, એક્સિસ બેંકના શેર 0.45 ટકા, ટાટા સ્ટીલના શેર 0.45 ટકા, ઇટરનલના શેર 0.38 ટકા, BELના શેર 0.36 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેર 0.32 ટકા, SBIના શેર 0.28 ટકા, ભારતી એરટેલના શેર 0.20 ટકા, ટાઇટનના શેર 0.19 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.18 ટકા, NTPCના શેર 0.11 ટકા અને પાવર ગ્રીડના શેર 0.06 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
વૈશ્વિક બજારો પર નજર:
જાપાન, દક્ષિણ કોરિયા અને ચીનના બજારો રજાઓને કારણે બંધ છે. ગઈ કાલે સોમવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 1.13%નો ઘટાડો નોંધાયો, S&P 500માં 0.41%નો ઘટાડો નોંધાયો અને નાસ્ડેકમાં 0.19%નો ઘટાડો નોંધાયો.
ગઈ કાલે બજાર વધારા સાથે બંધ થયું હતું:
સોમવારે ભારતીય શેર બજારો ઉછાળા સાથે બંધ થયા હતાં. સેન્સેક્સ 355 પોઈન્ટ (૦.46%)ના વધારા સાથે 77,269.40 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 121 પોઈન્ટ (૦.51%)ના વધારા સાથે 24,119.૩૦ પર બંધ થયો.