Thu May 07 2026

Logo

'પિયા બસંતી' ગર્લ નૌશાદ સેરૂસીએ કેમ છોડી ઈન્ડસ્ટ્રી? કિસિંગ સીન અંગે કરી ચોંકાવનારી વાત

1 day ago
Author: mumbai samachar team
Article Image

Nauheed Cyrusi


મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ નૌશાદ સેરૂસીએ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં સારૂ એવું કામ કર્યું છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી એ સ્ક્રિન પર જોવા મળતી નથી. નૌશાદ હવે ઈન્ફ્લુએંસર બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર એના અનેક એવા વીડિયો ટ્રેન્ડ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર એક વીડિયોમાં તેણે પોતાની ફિલ્મી કેરિયર અંગે વાત કહી હતી. પોતાના અનુભવ અંગે વાત કરતા કહ્યું હતું કે, શા માટે તે પોતાના રોલ્સને લઈને આટલી સિલેક્ટિવ થઈ ગઈ?

લોકો ફાલતુંમાં એને એડ કરે છે
નૌશાદ 'પિયા બસંતી' સોંગથી લાઈમલાઈટમાં હતી. ફિલ્મ 'અનવર'માં પોતાના રોલને લઈને એની ઘણી નોંધ લેવાઈ હતી. એક્ટ્રેસનું એવું કહેવું છે કે, ઈન્ડસ્ટ્રીની જે માગ હતી એને પૂરી કરવી મારા માટે સરળ ન હતું.બે માંખીઓને એક થપ્પથી મારો, શું આપણે આવું કરી શકીએ છીએ? મને સૌથી વધુ પૂછાતો સવાલ હોય તો એ આ છે. ફિલ્મની દુનિયામાં કામ કરવું એ શાનદાર અનુભવ હતો પણ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેમાં તમારા કોન્ટ્રાક્ટમાં એવું કહેવામાં આવ્યું હોય છે કે, કિસિંગ અને ઈન્ટીમેટ સીન કરવા માટે ખૂબ સહજ હોવું પડશે. ફિલ્મોમાં વધતી આવી ડીમાન્ડ પર મને એવું લાગે છે કે, લોકો ફાલતુમાં કિસિંગ સીનને એડ કરે છે. 

ઘણીવાર પૈસા જ નથી મળ્યા
મને કહેતા દુઃખ થાય છે અને હું માનુ છું કે,સ્ક્રિન પર કિસિંગ સીન કરતા આપણે સારા નથી લાગતા. મને ખબર નથી પડતી કે, ખરેખર આ બધુ શું ચાલી રહ્યું છે. હું આ પ્રકારના સીન કરવાની ના પાડી દેતી હતી.કારણ કે,સ્ક્રિન પર કિસિંગ સીન કરવા માટે હું સહજ ન હતી. આ ઉપરાંત તેમણે પેમેન્ટ ઈશ્યૂને લઈને પણ સ્પષ્ટતા કરી હતી.પ્રોડ્યુસર ઘણીવાર તમારા પેમેન્ટમાંથી 25 ટકા રકમ કાપી લેતા હતા. ઘણીવાર એવું બન્યું છે કે, પેમેન્ટ મળ્યું જ ન હોય. ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધુ એની એક અસર કરિયર ઉપર પણ પડી છે. છેલ્લે તેમણે 'જબ ખુલી કિતાબ' સીરિઝમાં કામ કર્યું હતું. એ પછી તેણે કોઈ ફિલ્મી પ્રોજેક્ટ કર્યા નથી. માત્ર નૌશાદ જ નહીં ઘણી એવી એક્ટ્રેસ છે જે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યા વગર જ સ્ક્રિન પરથી ગાયબ થઈ ચૂકી છે. જેમાં આસિન જેવી ટોચની એક્ટ્રેસ પણ આ યાદીમાં સામેલ છે. એ પછી આયશા તાકિયા અને તનુશ્રી દત્તાનું નામ પણ આવે છે.

વધુ જુઓ...