Fri May 08 2026

Logo

ચૅમ્પિયન્સ લીગઃ બુકાયો સાકાએ એક ગોલ કર્યો અને આર્સેનલનું 20 વર્ષ જૂનું સપનું થયું પૂરું!

London   2 days ago
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ આર્સેનલ ક્લબની ટીમ 20 વર્ષ બાદ પહેલી વખત ચૅમ્પિયન્સ લીગ (CL) ફૂટબૉલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી છે અને એનો સૌથી વધુ જશ એના મુખ્ય ખેલાડીઓમાંથી એક બુકાયો સાકા (BUKAYO SAKA)ને મળવો જોઈએ, કારણકે તેણે મંગળવારે અહીં આર્સેનલને રોમાંચક સેમિ ફાઇનલમાં વિજય 1-0થી અપાવ્યો હતો. ઍટ્લેટિકો મૅડ્રિડ સામેની સેમિ ફાઇનલનો એ બીજો રાઉન્ડ હતો જેમાં થયેલો એકમાત્ર ગોલ સાકાએ 44મી મિનિટમાં કર્યો હતો.

સેમિ ફાઇનલના બન્ને તબક્કાને ગણતરીમાં લઈએ તો આર્સેનલે (Arsenal) મૅડ્રિડને 2-1થી પરાજિત કરીને બે દાયકા બાદ ફાઇનલમાં એન્ટ્રી કરી.

આર્સેનલ યુરોપની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા ચૅમ્પિયન્સ લીગમાં અગાઉ ફક્ત એક વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. 2006ની એ ફાઇનલમાં આર્સેનલનો બાર્સેલોના સામે પરાજય થયો હતો.

આ વખતે આર્સેનલનો 30મી મેની બુડાપેસ્ટ ખાતેની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) સામે અથવા બાયર્ન મ્યૂનિક સામે મુકાબલો થશે. સેમિ ફાઇનલના પ્રથમ રાઉન્ડમાં પીએસજીનો બાયર્ન સામે 5-4થી વિજય થયો હતો અને બીજી સેમિના બીજા રાઉન્ડ પર સૌની નજર હતી.