Fri May 08 2026

Logo

આસામમાં 12 મેના રોજ યોજાઈ શકે છે નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ

2 days ago
Author: Chandrakant Kanoja
Article Image

ગુવાહાટી : આસામ વિધાનસભાની ચૂંટણી એનડીએની જીત બાદ નવી સરકારની ગઠનની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા રાજયપાલને ઔપચારિક રીતે રાજીનામું સુપરત કર્યું હતું. તેમજ  આસામમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 મેના રોજ યોજાઇ શકે છે. તેમજ હિમંતા બિસ્વા શર્મા ફરી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. 

નવી સરકારની રચનાનો માર્ગ મોકળો 

હિમંતા બિસ્વા શર્માએ આજે ​​ કેબિનેટના મંત્રીઓ સાથે રાજીનામું આપી દીધું છે.જેનાથી ભાજપની આગેવાની હેઠળની નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો. ભાજપની આગેવાની હેઠળની એનડીએએ 126 સભ્યોની વિધાનસભામાં 102 બેઠકો મેળવી છે. આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં યોજાઈ હતી અને 4 મેના રોજ પરિણામ જાહેર થયા હતા. 

કેબિનેટ મંત્રીઓએ પણ રાજીનામું આપ્યું 

મુખ્યમંત્રી કાર્યાલયે એક્સ પોસ્ટમાં  જણાવ્યું હતું કે, વર્ષ 2026 ની આસામ ચૂંટણીના પરિણામોની ઔપચારિક જાહેરાત બાદ  અને નવી સરકારની રચનાને સરળ બનાવવા માટે  ડૉ. હિમંતા બિસ્વા શર્માએ આજે ​​લોકભવન ખાતે  રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે  કેબિનેટ મંત્રીઓએ  પણ રાજીનામું આપ્યું છે.