Thu May 07 2026

Logo

આશા ભોસલેજીની એ ઈચ્છા રહી ગઈ અધૂરી, જાણીતા બોલીવૂડ એક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો, વીડિયો થયો વાઈરલ...

2 days ago
Author: Darshana Visaria
Article Image

હાલમાં બોલીવૂડ એક્ટર રિતેશ દેશમુખ તેની ફિલ્મ રાજા શિવાજીને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મ રાજા શિવાજીને ચર્ચા જ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે રિતેશ દેશમુખ સિંગિગ રિયાલિટી ટીવી શોમાં પહોંચ્યો હતો અને ત્યાં તેણે ફિલ્મ અને દિવંગત ગાયિકા આશા ભોસલેજીની અંતિમ ઈચ્છાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ચાલો જોઈએ આખરે શું છે આ ખુલાસો... 

વાત જાણે એમ છે કે રિતેશ દેશમુખ પોતાની ફિલ્મ રાજા શિવાજીનું પ્રમોશન કરવા માટે સિંગિગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડલમાં પહોંચ્યો હતો જ્યાં તેણે આશા ભોસલેજીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે રિતેશ દેશમુખ ખૂબ જ ઈમોશનલ થઈ ગયો હતો અને તેણે અનેક એવા કિસ્સા સંભળાવ્યા હતા કે જેની કદાચ કોઈને જાણ નહીં હોય. 

રિતેશ દેખમુખે આ શો પર જણાવ્યું હતું કે જ્યારે પણ આશાજી મળતાં ત્યારે ખૂબ જ પ્રેમથી તેઓ મારા માથા પર હાથ ફેરવતા હતા. મને આજે પણ યાદ છે કે જ્યારે તેઓ મને પહેલી વખત મળ્યા ત્યારે તેમણે મારા માથા પર એ જ રીતે હાથ ફેરવ્યો હતો કે જેમ એક માતા પોતાના સંતાનના માથા પર ફેરવે છે. એ જ દિવસથી મેં એમને આશા આઈ બોલાવવાનું શરૂ કર્યું હતું.

આશાતાઈ સાથેના પોતાનો વધુ એક અનુભવ શેર કરતાં રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે મને એક વખત આશાજીએ પૂછ્યું કે તને શું પસંદ છે, તું શું ખાય છે? ત્યાર બાદ તેમણે મને જ્યારે ઘરે બોલવ્યો ત્યારે અમે સાથે બેસીને જમ્યા અને ઘણી બધી અહીંયા ત્યાંની વાતો કરી. આશાજી સાથેની એ મુલાકાત મારા મનની ખૂબ જ નજીક રહેશે. 

આ સિવાય પોતાની ફિલ્મ રાજા શિવાજી અને આશાજીની અધુરી ઈચ્છા વિશે વાત કરતાં રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે આશાજીને એક દિવસ મને ફોન કર્યો અને કહ્યું કે મારો આશિર્વાદ હંમેશા તારી સાથે છે. તું એક સારી ફિલ્મ બનાવ અને જ્યારે એ ફિલ્મ રીલિઝ થશે ત્યારે હું ચોક્કસ જોવા આવીશ. બે અઠવાડિયા પહેલાં જ તેમના પરિવારનો મને ફોન આવ્યો અને તેમણે મને જણાવ્યું આશાજીની ખૂબ જ ઈચ્છા હતી આ ફિલ્મ જોવાની. પરંતુ દુર્ભાગ્યે થોડાક દિવસ પહેલાં જ તેમનું નિધન થઈ ગયું અને તેમની ફિલ્મ જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ...

વધુ જુઓ...