Thu May 07 2026

Logo

અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ઉપરાષ્ટ્રપતિના કાફલાના પસાર થયા બાદ ફાયરિંગ, સમગ્ર વિસ્તારમાં લોકડાઉન

WASINTON DC   2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગટનઃ વોશિંગટન ડીસીમાં આવેલા વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ થયાનું જાણવા મળ્યું છે. યુએસ સિક્રેટ સર્વિસે આ પછી સમગ્ર પરિસરમાં સર્ચ ઑપરેશન કર્યું હતું. સુરક્ષા વધારી દેવામાં આવી હતી.કેસમાં એક હથિયારધારીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ કેટલાક વિસ્તારમાં યુદ્ધના ધોરણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જ્યારે ઉપ રાષ્ટ્રપતિનો કાફલો ત્યાંથી પસાર થયો એ પછી આ ઘટના બની હતી. 

આ ઘટનાથી ફરી એકવાર અમેરિકાનું ગન કલ્ચર ચર્ચામાં છે. સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, યુએસ સિક્રેટ સર્વિસે આ હથિયારધારીને ગોળી પણ મારી દીધી છે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના નેશનલ મોલ પાસે બની હતી. 

કાફલો પસાર થયા બાદ ફાયરિંગ

જ્યારે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાંસનો કાફલો ત્યાંથી પસાર થયો એ પછી આ ફાયરિંગની ઘટના બની હતી. જોકે, અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટનામાં ઉપરાષ્ટ્રપતિ ટાર્ગેટમાં ન હતા. એમને કંઈ થયું નથી અને તેઓ પણ સુરક્ષિત છે. 

સિક્રેટ સર્વિસના ડે. ડાયરેક્ટર મૈથ્યું કિને કહ્યું હતું કે, સુરક્ષાકર્મીઓએ એક શંકાસ્પદ વ્યક્તિને જોયો હતો. એની પાસે હથિયાર હોવાની આશંકા હતી. જ્યારે જવાનોએ એમને રોકવા માટે પ્રયાસ કર્યો એ સમયે તે ભાગવા લાગ્યો અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. 

જવાનો સામે ફાયરિંગ કરતા જવાનોએ પણ સામે જવાબ આપ્યો હતો. જેના જવાબમાં જવાનોએ પણ એને ટાર્ગેટ કર્યો હતો. આ ફાયરિંગમાં જે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ વ્યક્તિને હાલમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. 

તપાસનો ધમધમાટ શરૂ

હાલમાં એની સ્થિતિ શું છે એ અંગે કોઈ વિગત સામે આવી નથી. આ ઘટનામાં એક યુવાનને પણ ઈજા પહોંચી છે. આ ઘટના સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. દરેક ખૂણે સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. તપાસ એજન્સી એ અંગે તપાસ કરી રહી છે કે, આ હુમલો કોઈ મોટા કાવતરાનો ભાગ તો નથી ને?આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા સમય પહેલા ડૉનાલ્ડ ટ્રમ્પ પર એક હોટેલમાં ડીનર દરમિયાન ફાયરિંગ કરવા માટે પ્રયાસ કરાયો હતો. 

જોકે એ પ્રયાસ પણ નિષ્ફળ થયો હતો. એ પછી સુરક્ષા એજન્સી એમની સુરક્ષાને લઈને વધારે એલર્ટ થઈ હતી. અમેરિકામાં આવી ઘટના બાદ ગન કલ્ચરને વાતો થઈ રહી છે. આ પહેલા પણ ઘણા શહેરોમાં ગન દેખાડીને લૂંટી લેવાના પ્રયાસ થયેલા છે. આ ઘટનામાં તો કાફલો પસાર થઈ ગયા બાદ સમગ્ર વિસ્તારમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.