નવી દિલ્હીઃ તમિલનાડુ વિધાનસભાના ગઈકાલે ચૂંટણી પરિણામ જાહેર થયા હતા. જેમાં એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજયના પક્ષ તમિલગા વેત્રી કઝગમ (TVK)ને 108 સીટ મળી હતી. TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. આ દરમિયાન વિજયની પ્રેમિકા ત્રિશા કૃષ્ણનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો 2004નો છે. તે સમયે ત્રિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી નવી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન મજાકમાં તેણે કહ્યું હતું કે, હું તમિલનાડુની ચીફ મિનિસ્ટર બનવા માગું છું.
#TrishaKrishnan:
— Movies4u Official (@Movies4u_Officl) May 4, 2026
“Definitely, I’ll become CM one day.” pic.twitter.com/0jHqF6epmJ
હું તમિલનાડુની ચીફ મિનિસ્ટર બનવા માગું છું
વીડિયોમાં તેણે કહ્યું કે, હું તમિલનાડુની ચીફ મિનિસ્ટર બનવા માગું છું. રાહ જુઓ, તમે 10 વર્ષમાં જોઈશો. જે બાદ તેને પૂછવામાં આવ્યું કે, પોલિટિક્સમાં આવ્યા બાદ શું પ્લાનિંગ છે, જેનો તેણે હસતા હસતા જવાબ આપ્યો કે, પહેલા તમે બધા વોટ આપીને મને ચૂંટો, બાદમાં હું તમને બતાવીશ. આ વાયરલ વીડિયોએ હાલ ચર્ચા જગાવી છે.
અહેવાલ મુજબ, ત્રિશાએ તાજેતરમાં વિજય સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી, જ્યાં તેણે વિજયને ચૂંટણીમાં મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિજય અને ત્રિશા અવારનવાર સાથે જોવા મળે છે. બીજી તરફ, ત્રિશાનું અંગત જીવન પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તેનું નામ ઘણીવાર વિજય સાથે જોડવામાં આવે છે. બંનેને અનેક જાહેર કાર્યક્રમો અને લગ્નના રિસેપ્શનમાં સાથે જોવામાં આવ્યા છે. વિજયના છૂટાછેડાના સમાચાર બાદ આ અફવાઓને વધુ વેગ મળ્યો હતો, પરંતુ બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ત્રિશાએ તાજેતરમાં મણિરત્નમની ફિલ્મ ઠગ લાઈફમાં કામ કર્યું છે, જેમાં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં હતા. હવે તે સૂર્યા સાથેની ફિલ્મ કરુપ્પુ ની રિલીઝની રાહ જોઈ રહી છે, જેનું નિર્દેશન પ્રખ્યાત કોમેડિયન અને ડિરેક્ટર આરજે બાલાજીએ કર્યું છે.