Thu May 07 2026

Logo

મિડલ ઈસ્ટમાં અમિષા પટેલ ફસાઈ, સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવીને લખ્યું હવે તો બંધ થાય તો સારું

Dubai   2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ મિડલ ઈસ્ટમાં ઈરાન-અમેરિકા વચ્ચે ફરી હુમલા શરૂ થતા માહોલ તણાવગ્રસ્ત બની રહ્યો છે. આ માહોલ વચ્ચે બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ અમિષા પટેલ ફસાઈ અને હેરાન-પરેશાન થઈ હતી.સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આખરે આ યુદ્ધ ક્યારે અટકશે? બોલિવૂડ એક્ટ્રેસે મિડલ ઈસ્ટમાં પોતાની સાથે થયેલી હેરાનગતિની આપવીતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી હતી.ન્યૂયોર્કથી મુંબઈની યાત્રા કરી રહેલી અમિષા એ સમયે મુશ્કેલીમાં ફસાઈ ગઈ જ્યારે USE પર હુમલો કરવામાં આવ્યો છે. આ કારણે ફ્લાઈટનો રૂટ ચેન્જ કરી દેવામાં આવ્યો હતો.

દુબઈએ એરસ્પેસ બંધ કરી દીધી

આ અંગે અમિષાએ કહ્યું હતું કે, યુદ્ધ જેવી સ્થિતિના કારણે મને અને મારી સાથે પ્રવાસ કરતા અન્ય પ્રવાસીઓને કલાકો સુધી અનિશ્ચિચતતામાં પસાર કરવા ધકેલી દીધા હતા.એમની સાથે પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ કલાકો સુધી અનિશ્ચતતામાં અટવાતા મુશ્કેલી વધી હતી.એક્સ પર એક પોસ્ટ મૂકતા એક્ટ્રેસે લખ્યું હતું કે, એમિરેટ્સ એરલાઈન્સથી હું ન્યૂયોર્કથી મુંબઈ પરત આવી રહી હતી. વિમાન દુબઈમાં લેન્ડ થવાનું હતું.એ સમયે અચાનક UAEએ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી. આ પાછળનું કારણ એ હતું કે, ત્યાં મિસાઈલથી હુમલો થયો હતો.સુરક્ષાના કારણોસર ફ્લાઈટને મસ્કત બાજુ ડાઈવર્ટ કરી દેવામાં આવી.ન્યૂયોર્કથી મુંબઈ પરત ફરતા એમિરેટ્સની ફ્લાઈટમાં જ્યારે દુબઈ લેન્ડ કરવાના હતા એ જ સમયે દુબઈ એ એરસ્પેસ બંધી કરી દીધી.હવે અમે આગળની જાણકારીની મળે એની રાહ જોઈ રહ્યા છે. 

એરપોર્ટ પર વીતાવ્યા 24 કલાક

આખરે જંગ ક્યારે અટકશે? પ્રાર્થના કરી રહી છું.મસ્કતથી આખરે એક્ટ્રેસ દુબઈ પહોંચી હતી પણ દુબઈ આવ્યા બાદ પણ એમની મુશ્કેલી ઘટી નહીં. મંગળવારે બીજા દિવસે સવારે પણ અમિષા પટેલે અંદરથી એક તસવીર શેર કરી હતી, જેમાં એમના ચહેરા પર થાક દેખાઈ રહ્યો છે. એક્ટ્રેસે લખ્યું કે, ન્યૂયોર્કથી નીકળ્યા એને 24 કલાકથી વધારે સમય ગયો પણ હજું પણ મુંબઈ જવાની રાહ જોઈ રહી છું. તેમણે પોતાની ટીમ સાથે લાઉંજમાં બેઠા હોય એવી તસવીર પણ શેર કરી હતી. આ સાથે લખ્યું હતું કે, એરપોર્ટ પર પસાર કરવામાં આવી રહેલો સમય અંતહીન લાગી રહ્યો છે.મુંબઈ ક્યારે પહોંચશું એની ખબર નથી.આ પહેલા એક્ટ્રેસ ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ, લારા દત્તા અને દીયા મિર્ઝા જેવી એક્ટ્રેસ પણ દુબઈમાં ફસાઈ ચૂકી છે.અમિષાના ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો છેલ્લે તેણે 'ગદર-2' ફિલ્મ કરી હતી.અમિષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. આ માટે મુશ્કેલી પડતા તેણે તરત જ એક પોસ્ટ મૂકી દીધી હતી.

વધુ જુઓ...