Thu May 07 2026

Logo
IPL 2026:

DC VS CSK: દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો ફરી નિષ્ફળ, ચેન્નઈને જીતવા 156 રનની જરૂર

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

 નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2026માં દિલ્હી કેપિટલ્સ (DC)એ ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ને જીતવા માટે 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીની શાનદાર ઇનિંગની મદદથી તેઓએ 20 ઓવરમાં સાત વિકેટે 155 રન કર્યા હતા.

દિલ્હીના બેટ્સમેનો ફરી નિષ્ફળ રહ્યા હતા. દિલ્હીએ ફક્ત 69 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પથુમ નિસાન્કાએ 19, નીતિશ રાણાએ 15, આશુતોષ શર્માએ 14, કરુણ નાયરે 13 અને કેએલ રાહુલે 12 રન કર્યા હતા. ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ અને રિઝવીએ ઇનિંગને સ્થિરતા આપી હતી.  બંને બેટ્સમેનોએ છઠ્ઠી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી, જેનાથી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી.

દિલ્હી તરફથી રિઝવીએ 24 બોલમાં ચાર છગ્ગા ફટકારીને અણનમ 40 રન ફટકાર્યા હતા. સ્ટબ્સે 31 બોલમાં 38 રન કર્યા હતા. જેમાં એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ બે સિવાય, અન્ય કોઈ બેટ્સમેન નોંધપાત્ર ઇનિંગ રમી શક્યો નહીં. 
ચેન્નઈ તરફથી  નૂર અહેમદે બે વિકેટ લીધી, જ્યારે અકીલ હુસૈન, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ અને જેમી ઓવરટને એક-એક વિકેટ લીધી હતી.