Thu May 07 2026

Logo

રાજસ્થાન રોયલ્સ ડીલ પર સોમાની ગ્રુપે તોડ્યું મૌનઃ લગાવ્યા ગંભીર આરોપ

2 days ago
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સની ખરીદી કરી હોવાના થોડા દિવસ બાદ અમેરિકાના કાલ સોમાની ગ્રુપે કહ્યું છે કે તેણે રાજસ્થાન રોયલ્સ પર લગાવેલી પોતાની બોલી પરત લીધી નથી. 

તેમને વેચાણની પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. માર્ચમાં કાલ સોમાનીએ રાજસ્થાન રોયલ્સને રેકોર્ડ 1.63 બિલિયન અમેરિકન ડોલરમાં ખરીદવા પર સહમત થયા હતા. આ ડીલ આઈપીએલ 2026 પછી પૂર્ણ થવાની સંભાવના હતી.

કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના જૂથે ઉદ્યોગપતિ લક્ષ્મી એન મિતલના નેતૃત્વ હેઠળના જૂથ સામે રાજસ્થાન રોયલ્સને ખરીદવાની ડીલ હારી જવા પર નિરાશા વ્યક્ત કરી હતી અને એ વાતનો ઈનકાર કર્યો હતો કે તેઓ હરાજીની પ્રક્રિયામાંથી હટી ગયા નહોતા અને કહ્યું કે અંતિમ પરિણામ "નિષ્પક્ષ સ્પર્ધા"ને દર્શાવતા નથી.

રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી અનુસાર, લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે, વેક્સિન નિર્માતા અદાર પૂનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સમાં 1.65 બિલિયન અમેરિકન ડોલર (લગભગ 15,600 કરોડ)માં મોટી હિસ્સેદારી હાંસલ કરી હતી. કારણ કે સોમાની (ટેકનોલોજી ઉદ્યોગસાહસિક), રોબ વાલ્ટન (વોલમાર્ટ ગ્રુપ) અને શીલા ફોર્ડ હેમ્પ (ફોર્ડ ગ્રુપ) ના જૂથે પોતાનું નામ પરત લઈ લીધું હતું.

સોમાનીના નેતૃત્વ હેઠળના જૂથે એક નિવેદનમાં કહ્યું હતું કે "છ મહિનાની લાંબી પ્રક્રિયા દરમિયાન અમે શરૂઆતથી અંત સુધી અગ્રણી બોલી લગાવનારા હતા અને એવામાં રાજસ્થાન રોયલ્સની માલિકીનો હિસ્સો નહીં બનવા પર અત્યંત નિરાશ છીએ. 
અમારા જૂથને સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને માલિકી હસ્તગત કરવા માટે તૈયાર હતા. અમારું જૂથ ચોક્કસપણે સોદો પૂર્ણ કરવા માટે તૈયાર હતું. અમે ક્યારેય અમારી બોલી પાછી ખેંચી નથી."

જૂથે કહ્યું કે તેમની પાસે બધા દસ્તાવેજો છે અને તેમને જાણ કરવામાં આવી હતી કે ફ્રેન્ચાઇઝની બોર્ડ મીટિંગ શનિવારે તેની બોલીને મંજૂરી આપવા માટે સુનિશ્ચિત કરવામાં આવી હતી. પરંતુ આખરે તે બન્યું નહીં.