Thu May 07 2026

Logo

અમિતાભ બચ્ચન પર તૂટ્યો દુખનો પહાડ: આ ખાસ વ્યક્તિના નિધનથી ભાવુક થયા, કહ્યું આ પીડાને વર્ણવવા માટે...

1 day ago
Author: mumbai samachar team
Article Image

બોલીવુડના મહાનાયક, શહેનશાહ એવા અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ એકદમ એક્ટિવ છે અને ઘણી વખત તો તેમની એનર્જી જોઈને ભલભલા યુવાનિયાઓ પણ શરમાઈ જાય. વાત પ્રોફેશનલ લાઈફની હોય કે પર્સનલ લાઈફની બિગ બી દરેક રીતે એકદમ સક્રિય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં બિગ બીએ પોતાના બ્લોગના માધ્યમથી દ્વારા એક અત્યંત ભાવુક સમાચાર શેર કર્યા છે. આ સમાચાર શેર કરતાં બિગ બી ખુદ ભાંગી પડ્યા હતા. ચાલો જોઈએ શું છે આ સમાચાર... 

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ બ્લોગ અને પોસ્ટા માધ્યમથી ફેન્સ સાથે પોતાના ડે ટુ ડે લાઈફની નાની મોટી અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતાં હોય છે. હાલમાં જ એક બ્લોગમાં બિગ બીએ પોતાના એક અત્યંત નજીકના પ્રશંસક ના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેમને તેઓ પોતાના પરિવાર સમાન ગણતા હતા.

બિગ બીએ પોતાના ફેનના નિધનની માહિતી બ્લોગમાં શેર કરતાં લખ્યું હતું કે પ્રયાગરાજની રહેવાસી શાલિની સિંહના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. બિગ બી તેમના ચાહકોને પ્રેમથી 'EF' એટલે કે 'Extended Family' (વિસ્તૃત પરિવાર) કહીને સંબોધે છે અને શાલિની આ પરિવારનો એક અહમ ભાગ હતા.

તેમણે પોતાના બ્લોગમાં આગળ એવું પણ લખ્યું હતું કે આ પીડા અને તકલીફને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું કે આવા હૃદયદ્રાવક પળોમાં તેમની પાસે શબ્દો ખૂટી પડે છે અને તેઓ માત્ર શાલિની માટે પ્રાર્થના કરી શકે છે. 83 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન દરરોજ કંઈક નવું શીખવાની ઈચ્છા રાખે છે, જે તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

વાત કરીએ બિગ બીના આગામી પ્રોજેક્ટ અને ફિલ્મો વિશે તો અમિતાભ બચ્ચન હાલમાં નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ની સિક્વલ પર કામ કરી રહ્યા છે, જેમાં પ્રભાસ અને કમલ હાસન પણ છે. આ ઉપરાંત, તેઓ નિતેશ તિવારીની ‘રામાયણ: પાર્ટ 1’માં પણ જોવા મળી શકે છે. બિગ બી છેલ્લે લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરતાં જોવા મળ્યા હતા.

વધુ જુઓ...