Tue Mar 10 2026

Logo

મહારાષ્ટ્રમાં એફડીએ ક્લાર્કની લાંચ કેસમાં ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, મંત્રીએ કહ્યું તો... રાજીનામું આપી દઈશ...

3 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

દિલ્હી  : મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ક્લાર્કની લાંચ કેસના ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. આ અંગે કોંગ્રેસે વિભાગના મંત્રી પર  આક્ષેપ કર્યા છે. જેની બાદ  ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી નરહરિ ઝિરવાલે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમના વિભાગના ક્લાર્ક સાથે કોઈ સંબંધ સાબિત થશે તો તેઓ રાજીનામું આપી દેશે. 

એસીબીએ એફડીએ ક્લાર્કની  35,000 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો 

જેમાં એસીબીએ ગુરુવારે એફડીએ ક્લાર્કની  35,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. જેના કારણે કોંગ્રેસે રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પર હુમલો કર્યો હતો. આ અંગે મંત્રીએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ,જે બન્યું છે તે ગંભીર છે તેમજ આરોપીને તેની સજા મળશે. તેને વિભાગીય સુનાવણી માટે કાગળો તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

મેડિકલ લાઇસન્સ રીન્યુ કરવા માટે  ફરિયાદી પાસેથી નાણા માંગ્યા

આ અંગે એસીબીએ જણાવ્યું કે, એફડીએ ક્લાર્ક  રાજેન્દ્ર ધેરંગે મંત્રાલયના બીજા માળે આવેલી એફડીએ ઓફિસમાં લાંચ લેતી વખતે પકડાયો હતો. તેણે મેડિકલ લાઇસન્સ રીન્યુ કરવા માટે  ફરિયાદી પાસેથી નાણા માંગ્યા હતા.   

એનસીપીના નેતા અને મંત્રી નરહરિ ઝિરવાલે  જણાવ્યું હતું કે,  તમે બધા મને ઓળખો છે .હું આવી બાબતોમાં સામેલ નથી. જો મારી સાથે કોઈ સંબંધ સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ. તેમજ કહ્યું કે આરોપીને છોડવામાં નહીં આવે. 

 ભ્રષ્ટાચાર રાજ્યના ઉચ્ચતમ વહીવટી સ્તર સુધી પહોંચી ગયો 

કોંગ્રેસે મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે  ભ્રષ્ટાચાર રાજ્યના ઉચ્ચતમ વહીવટી સ્તર સુધી પહોંચી ગયો છે. મુંબઈ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું  હતું કે  જો મંત્રાલયમાં જ ખુલ્લેઆમ લાંચ લેવાતી  હોય તો નાગરિકો પાસે ન્યાય મેળવવા માટે કોઈ વિકલ્પ નથી. તેમણે એફડીએ ક્લાર્ક ધેરંગેની ધરપકડને  આઘાતજનક અને શરમજનક ગણાવી.

કોંગ્રેસની એફડીએ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ 

તેમણે આરોપ લગાવ્યો કે  સરકાર લોકોના હિતોની વાતો કરે છે પરંતુ  સચિવાલયમાં ફાઇલો ચુકવણી વિના આગળ વધતી નથી. તેમણે આરોપ લગાવ્યો અને ધરપકડ કરાયેલા એફડીએ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ સાંસદે  ભ્રષ્ટાચાર ફક્ત એક અધિકારી સુધી મર્યાદિત છે કે કોઈ વ્યાપક નેટવર્ક સાથે જોડાયેલ છે તેની માટે  તપાસની માંગ કરી. તેમણે લાંચના હેતુસર લાભાર્થી કોણ હતા તે પણ પ્રશ્ન કર્યો અને સત્ય જાહેર કરવા હાકલ કરી.

મંત્રાલયમાં ખુલ્લેઆમ લાંચ અને કમિશન લેવામાં આવી રહ્યા છે

જયારે એસીનીની કાર્યવાહી બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલે કહ્યું હતું કે  મહાયુતિ સરકાર હેઠળ મંત્રાલયમાં ખુલ્લેઆમ લાંચ અને કમિશન લેવામાં આવી રહ્યા છે. તેમજ લાંચ આપ્યા વિના કોઈ પણ કામ થતું નથી. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કેસની વિગતો જાહેર કરવા અને સંબંધિત મંત્રીને દૂર કરવાની માંગ કરી હતી.