Sun May 24 2026

Logo

47 દિવસથી ભીખ માંગતા વિદ્યાર્થીને પોલીસે બચાવ્યો, પરિવાર સાથે કરાવ્યું મિલન

2026-05-24 21:15:34
Author: Mumbai Samachart Team
Article Image

મુંબઈ: મુંબઈ પોલીસે ભીખ માંગનારાઓ વિરુદ્ધ ચલાવેલી ઝુંબેશ દરમિયાન મલાડમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈમાં રસ્તા અને જાહેર જગ્યાએ ભીખ માંગનારા વિરોધી ઝુંબેશના ભાગરુપે મુંબઈ પોલીસની ટીમે 24 મેના મૂળ નાંદેડના 25 વર્ષીય વિદ્યાર્થીને બચાવવામાં આવ્યો હતો. 
જોકે, આ વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. જેના લીધે તે 47 દિવસથી મુંબઈના બજારોમાં ભીખ માંગી રહ્યો હતો. પોલીસ તરફથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ વિદ્યાર્થી હોમિયોપેથિક સર્જરીની સ્નાતક ડિગ્રીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.

4 એપ્રિલના તે અભ્યાસ અર્થે જળગાવ જઈ રહ્યો હતો. જ્યાં બાદમાં તેના મોબાઈલ અને બેગ ટ્રેનમાં રહી જતા. આ સ્થિતિમાં ફસાવવાના કારણે ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. આ વિદ્યાર્થીની ઓળખ કરી છે, જેનું નામ અભય સુરેશ છે, જેને ગુરુવારે મલાડથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. યુવાનની માનસિક સ્થિતિ સ્થિર નહીં હોવાને કારણે તે યોગ્ય પ્રતિસાદ આપી શકતો નહોતો, બાદમાં તેને ફક્ત તેનું નામ જણાવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ વ્યક્તિની વિગતો નાંદેદ સ્થિત તમસા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થઇ હતી. જ્યાં ખોવાયેલ વ્યક્તિઓના નામની યાદીમાં તેનું નામ મળી આવ્યું હતું. સંપર્કના અભાવે તેને ભીખ માંગવાનો વારો આવ્યો હતો. 
અભયના પરિવારજનો તેની તપાસ છઠ્ઠી એપ્રિલથી કરી રહ્યા હતા, પણ તેનો સંપર્ક ના થવાના લીધે તેઓએ બાદમાં પોલીસને જાણ કરી હતી. પોલીસની ઓળખ બાદ તેનો ફરી તેના પરિવાર સાથે ભેટો થયો હતો.