જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસાના મૃત્યુ કેસમાં પોલીસે એક સફળતા મેળવી છે. જેમાં પોલીસ કમિશનર ઓમ પ્રકાશ પાસવાને જણાવ્યું હતું કે એફએસએલ અને હિસ્ટોપેથોલોજી રિપોર્ટ સૂચવે છે કે મૃત્યુ હૃદય અને ફેફસા સંબંધિત બીમારીને કારણે થયું હતું. 44 લોકોની પૂછતાછ 106 મોબાઇલ ફોન સીડીઆર અને 37 નમૂનાઓની તપાસ કર્યા પછી આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
મૃત્યુ ઝેર કે અન્ય કોઈ બાહ્ય કારણસર થયું નથી
પોલીસના જણાવ્યા અનુસાર એફએસએલ અને હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે મૃત્યુ ઝેર કે અન્ય કોઈ બાહ્ય કારણસર થયું નથી, તેમજ પુષ્ટિ પણ થઈ છે તેમનીપર જાતીય હુમલો નથી થયું. કમિશનરે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે નર્સિંગ સ્ટાફ દ્વારા સાધ્વીને આપવામાં આવેલું ઇન્જેક્શન શેડ્યૂલ H હતું. આવા ઇન્જેક્શન અધિકૃત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આપી શકાતા નથી. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઇન્જેક્શનથી કાર્ડિયાક અને પલ્મોનરી અરેસ્ટ થયો છે.ત્યારે તેમણે કહ્યું કે નિષ્ણાત તબીબી અભિપ્રાય હજુ બાકી છે.
રિપોર્ટના આધારે બધા વિકલ્પો ખુલ્લા
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દેવી સિંહ પોતે ઈન્જેક્શન લાવ્યા હતા. પરંતુ ઈન્જેક્શન માટે હજુ સુધી કોઈ પ્રિસ્ક્રિપ્શન મળ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો નિષ્ણાત રિપોર્ટ પછી બેદરકારી જણાશે તો બીએનસી અને તબીબી નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગુનાહિત હત્યાનો કેસ દાખલ કરવાની શક્યતા અંગે તેમણે કહ્યું કે રિપોર્ટના આધારે બધા વિકલ્પો ખુલ્લા છે.
44 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા
આ કેસની તપાસ SIT કરી છે. જેમાં અત્યાર સુધીમાં 44 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમજ 106 મોબાઇલ નંબરો પરથી કોલ ડિટેલ્સ તપાસવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સાધ્વીના પિતાએ તેના મૃત્યુ પછી લોકોને ભેગા કરવા માટે ફોન કર્યા હતા. પરંતુ આ ભાવનાત્મક સ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તપાસમાં તેમની કોઈ શંકાસ્પદ ભૂમિકા બહાર આવી નથી.